શ્રી સરકારી માધ્યમિક શાળા, (RMSA) કંથકોટ તા. ભચાઉમાં દીક્ષાંત સમારોહ અને વાર્ષિકોત્સવ યોજાયો

શ્રી સરકારી માધ્યમિક શાળા, (RMSA) કંથકોટ તા. ભચાઉમાં દીક્ષાંત સમારોહ અને વાર્ષિકોત્સવ યોજાયો

આજ રોજ શ્રી સરકારી માધ્યમિક શાળા, (RMSA) કંથકોટ તા. ભચાઉમાં ધોરણ - 10ની બીજી બેચના  વિદ્યાર્થીઓનો  દીક્ષાંત સમારોહ અને શાળાનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. 

જેમાં એસ.એસ.સી. માર્ચ - 2022 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ પ્રથમ- ઠાકર પાર્થ ભાનુશંકર દ્વિતીય - જાડેજા મમતાબા દશરથસિંહ અને તૃતીય - ભટ્ટી વૈશાલી હસમુખભાઈને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ બોર્ડની પરીક્ષામાં ધોરણ - 10 ના વિષયો પ્રમાણે શાળામાં સૌથી વધારે ગુણ મેળવનાર  વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત ધોરણ - 9 માં ગત વર્ષે ઉજ્જવળ પરિણામ મેળવનાર ત્રણ વિદ્યાર્થીઓને તેમજ વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઈનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. વિદાય લઈ રહેલ વિદ્યાર્થીઓને શાળાને યાદગીરીરૂપે સરસ્વતી માતાની છબી ભેટમાં આપી હતી. ગામના અગ્રણીઓ, પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ કાર્યક્રમમાં હાજર રહી વિદાય લઈ રહેલ વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવી પોતાના આશીર્વાદ આપ્યા હતા. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક શાળાના શિક્ષિકા શ્રી. અમીબેન પટેલે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં જીવણભાઈ પરમાર અને વંદનાબેન ઠાકરની સેવાઓ ઉત્કૃષ્ટ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન - વ્યવસ્થાપન શાળાના આચાર્ય શ્રી. કૌશિકકુમાર આચાર્યના માર્ગદર્શન હેઠળ થયું હતું.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain