દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આમ જનતા માટે આંખો ના બે નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડીપીએ) દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આમ જનતા માટે આંખો ના બે નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

ડીપીએ દ્વારા પ્રથમ વખત આંખો ના નિદાન ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.  પ્રથમ કેમ્પ પોર્ટ હોસ્પિટલ, કંડલા  ખાતે તારીખ ૨૧/૦૩/૨૦૨૩, મંગળવાર ના યોજવામાં આવેલ.  બીજો કેમ્પ તારીખ ૨૬/૦૩/૨૦૨૩ ના પોર્ટ હોસ્પિટલ, ગોપલપુરી ખાતે યોજવાનો છે. કંડલા ખાતે નો પ્રથમ કેમ્પ ડીપીએ ના ઉપાધ્યક્ષ શ્રી નંદિશ શુક્લા એ દીપ પ્રાગટય કરી ને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે સેક્રેટરી શ્રી હરિચંદ્રન, ડૉ.અનિલ ચેલાની, મુખ્ય ચિકિત્સા અધિકારી, ડૉ. સુનિલ સુર્યવંશી, ઉપ મુખ્ય ચિકિત્સા અધિકારી, ડૉ. અરૂણ ગોર, ડૉ. હર્ષ મેપાની,   દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ના લાભ વિશે જણાવ્યું હતું. 

આ કેમ્પ માં દર્દીઓ ને સાત દિવસ માટે નિઃશુલ્ક દવા, નિ:શુલ્ક ચશ્મા અને જે દર્દીઓ ને જરૂરી હશે તેમને મોતિયા નું ઓપરેશન પણ નિ:શુલ્ક કરી આપવામાં આવશે. કેમ્પ માં ડૉ. અરૂણ ગોર અને ડૉ.હર્ષ મેપાની પોતાની માનદ સેવાઓ આપી હતી. કંડલા ખાતે ના કેમ્પ માં ૨૦૦ જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો.

આ કેમ્પ ને સફળ બનાવવા માટે ડૉ. સુનિલ સુર્યવંશી ના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરવામાં આવી હતી.







0/Post a Comment/Comments

Stay Conneted

Domain