નિરાધાર ગૌરક્ષણ સર્વ ધન ટ્રસ્ટ મોરબી દ્વારા અગત્યની મીટીંગ મળી: દિલ્હીથી રાષ્ટ્રીય અધ્યક્ષ ઓધત રામાણી હાજરી આપી

નિરાધાર ગૌરક્ષણ સર્વ ધન ટ્રસ્ટ મોરબી દ્વારા અગત્યની મીટીંગ મળી: દિલ્હીથી રાષ્ટ્રીય અધ્યક્ષ ઓધત રામાણી હાજરી આપી

મોરબી- તા ૧૬ માર્ચ ૨૦૨૩ - મોરબી ખાતે અહીં આવેલા પીપળી રોડ પર નિરાધાર ગૌરક્ષણ સર્વોધન ટ્રસ્ટ મોરબી દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પશુને કતલખાને જતા અટકાવી ગૌરક્ષક તરીકેની સેવા પશુ પ્રેમીઓ દ્વારા પૂરી પાડવામાં આવે છે જેના અનુસંધાને તારીખ 16 3 2023 ના રોજ પશુ રક્ષક અંગે ચર્ચા વિચારણા સાથે ઉનાળાના સમયગાળામાં પશુ પક્ષીને ચણપાણી સમયસર રખડતા ભટકતા ને મળી રહે તેવા હેતુસર સંસ્થા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અખિલ વિશ્વ ગોસવર્ધન પરિષદ દિલ્હી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અવધૂત રામાયણ હાજરી આપી હતી જેનું નિરાધાર ગૌરક્ષક સર્વધન ટ્રસ્ટ ના ઉપાધ્યક્ષ મોરબી જિલ્લા ના દિનેશભાઈ લોરીયા એ સવાગત કર્યું હતું 

આ કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠન ના અગ્રણીઓ આગેવાનો સભ્યો હાજરી આપી હતી અને ગૌશાળામાં નિરાધાર ગૌ માતા ને શુદ્ધ પાણી અને લીલો સુકો ચરો ભર પેટ મળે તેવા પ્રયાસો સાથે ગોરક્ષકો ગૌ સેવકો નો સૂર મિટિંગમાં ગુંજી ઉઠ્યો હતો અને કતલખાને જતા પશુઓનો બચાવવા જાગૃત રહેવા સંગઠનના સભ્યોએ મોરબી જિલ્લા ઉપ અધ્યક્ષ દિનેશભાઈ લોરીયા ને ખાતરી આપી હતી કોમી એકતા ના પ્રતીક હિન્દુ મુસ્લિમ ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત ચા-પાણી ઠંડા પીણા તેમજ જમવાનું અને મેડિકલ સેવા નિરાધાર ગૌરક્ષણ સર્વધન ટ્રસ્ટ દ્વારા આપી મોરબી શહેર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પશુ પંખીને ચણપાણી અને દુખીયાને ઓટલો ભૂખ્યાને રોટલો આપી પશુ પક્ષી સેવા સાથે માનવ કલ્યાણ સેવા કાર્ય કરવામાં આવે છે જેના અનુસંધાને વધુ ઝડપી અને સમયસર આજના આધુનિક યુગમાં પશુઓનું પાલનપોષણ પશુ પ્રેમીઓ દ્વારા થાય અને કતલખાને જતા પશુઓ બચે તે અંગે વિવિધ ચર્ચા વિચારણા આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી તેમ એક મુલાકાતમાં નિરાધાર ગૌરક્ષણ સંવર્ધન ટ્રસ્ટ મોરબીના ઉપ અધ્યક્ષ દિનેશભાઈ લોરીયાએ જણાવ્યું હતું - રિપોર્ટ રજાક બુખારી


0/Post a Comment/Comments

Stay Conneted

Domain