ગણતરીના કલાકોમાં વણશોધાયેલ ઘરફૉડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી તમામ મુદ્દામાલ રીકવર કરતી મુંદરા પોલીસ

 ગણતરીના કલાકોમાં વણશોધાયેલ ઘરફૉડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી તમામ મુદ્દામાલ રીકવર કરતી મુંદરા પોલીસ

મુંદરા પોલીસ સ્ટેશનમા ટાઉન વિસ્તારમાં ગોપાલ નગરમાં પ્લોટ નં.૧૫, બારોઇ રોડ પર મુંદરા ખાતે આવેલ ફ્લીપકાર્ટના ગોડાઉનમાંથી ઓર્ડર કરેલ અલગ અલગ બંધ બોક્ષ વસ્તુ નંગ.૫૪ જેની કુલ કિ.રૂ. ૭૦,૮૩૬/-નો મુદ્દામાલ રાત્રીના સમયે શટર તોડી અંદર પ્રવેશી કરી ચોરી કરી કોઇ અજાણ્યો ઇસમ લઇ ગયેલ હોઇ જે અંગે ફરીયાદીશ્રી ફરીયાદ આપતા મુંદરા પો.સ્ટે. ખાતે ગુ.ર.નં-૩૪૬/૨૦૨૩ આઇ.પી.સી.કલમ- ૩૮૦,૪૫૭ મુજબનો વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો તા-૨૪/૦૩/૨૦૨૩ ના ક.૧૮/૩૦ વાગ્યે દાખલ થયેલ હોઇ

સદરહુ વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથાલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ ના.પો.અધિ.શ્રી એ.આર. ઝનકાંત સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ સુચના આપેલ હોઇ જે અનવ્યે પો.ઇન્સ. શ્રી. એચ.એસ.ત્રિવેદીનાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ બાદ તા-૨૪/૦૩/૨૦૨૩ ના રોજ મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. મહીપતસિંહ વજુભા વાઘેલા નાઓ સાથેના પોલીસ કર્મચારીઓ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાત્રીના સમયે બે ઇસમો શંકાસ્પદ હાલતમાં કોઇ મીલકત સબંધી ગુનો કરવાના ઇરાદે મળી આવતા બન્ને ઇસમો વિરુધ્ધ જી.પી.એકટ ક.૧૨૨(સી) મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ બાદ મજકુર બન્ને ઇસમોની પો.ઇન્સ.શ્રી. એચ.એસ.ત્રિવેદી નાઓએ યુકિત-પ્રયુકિતથી પુછપરછ કરતા ઉપરોકત ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત કરેલ તેમજ ચોરી કરેલ મુદ્દામાલ પોતાના રૂમ પર રાખેલ હોવાની હકીકત જણાવતા ગુના કામે ચોરી થયેલ બંધબોક્ષ વસ્તુ નંગ.૫૪ જેની કુલ કિ.રૂ. ૭૦,૮૩૬/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ, પ્રથમથી જ ધરફોડ ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ મુંદરા પોલીસએ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢી આરોપીઓને પકડી પાડી તમામ મુદ્દામાલ રીકવર કરેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) અતુલ ગોપાલ ગઢવી ઉ.વ.૨૩ રહેહાલે- શીલ્પવાટીકા સોસાયટી, મુદરા (૨) વરજાંગ ઉર્ફે વિજય રાણશી ગઢવી ઉ.વ.૧૯ રહે હાલે.ક્રિષ્ણા સ્ટીલ બારોઇ રોડ મુદરા - બન્ને મુળરહે-પાંચોટીયા તા-માંડવી

કબ્જે કરેલ મુદ્દામાલ - ચોરી થયેલ મુદ્દામાલ વસ્તુ નંગ.૫૪ જેની કુલ કિ.રૂ. ૭૦,૮૩૬/-

આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ :- આ સરાહનીય કામગીરીમાં પો.ઇન્સ. એચ.એસ.ત્રિવેદી તથા પો.હેડ. કોન્સ મહીપતસિંહ વજુભા વાઘેલા તથા દર્શનભાઇ રઘુભાઇ રાવલ તથા ભીમશીભાઇ રામભાઇ ગઢવી તથા પો.કોન્સ.મથુરજી બચુજી કુડેચા તથા મુકેશભાઇ જેતાભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain