હિન્દુ તહેવારો સમયે લોડ શેડીંગ ડ્રાઈવ ન રાખવા અંગે.
જયભારત સાથે ઉપરોકત વિષયના અનુસંધાને જણાવવાનું કે, અમોને પ્રાપ્ત થયેલ માહીતી મુજબ હાલમા ચૈત્ર નવરાત્રી, રામનવમી જેવા સનાતન ધર્મના તહેવારો દરમ્યાન જ વી તંત્ર દ્વારા વીજક્ષતી નિવારવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. અગાઉ પણ સનાતન ધર્મ ના તહેવારો દરમ્યાન પણ આવા આયોજન કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. જેથી સનાતન હિન્દુ ધર્મ ના તહેવારો દરમ્યાનજ માંડવીમાં આવા આયોજન કેમ કરવામાં આવી રહયા છે. તે બાબત ગંભીર વિષય બની રહયો છે. સામાન્ય રીતે મહીનાના શનીવારના દીવસોના વીજ તંત્ર દ્વાર નિયમીત રીતે સમારકામની કામગીરી કરવામાં આવતી હોય છે. સમગ્ર વર્ષ દરમ્યાન સ્મારકામ વીજ તંત્ર દ્વારા નિયમિત રીતે કરવાનું રહે ત્યારે હિન્દુ તહેવારોના દીવસે જ કેમ આવા આયોજન વી તંત્ર દ્વારા કરવામાં આવે છે? લોકોને તહેવારો સમયે વીજતંત્ર દ્વારા તકલીફ ન પડે તે જોવાનો પણ જવાબદારી આપની રહે છે. જેથી જયારે પણ આપના દ્વારા આવા સમારકામના કાનો હાથ ધરવાન આયોજન કરવામાં આવે ત્યારે તહેવારોના દીવસો ને તેમાંથી બાદ રાખવામાં આવે અને તંત્ર દ્વારા પુરતી તે બાબતની તકેદારી રાખવામાં આવે. નહીતર આપશ્રી ની કચેરીએ જરૂર પડથે અમોએ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
હિન્દુ તહેવારો સમયે લોડ શેડિંગ ડ્રાઇવ ન રાખવા બાબતે વિશ્વ હિન્દુ પરિષદ એ રજૂઆત કરી આ વેળા એ જિગરભાઈ બાપટ, અજ્યભાઈ લુહાર, હિતેશભાઇ દામા, હેમાંગભાઈ કાનાણી, મિલનાભાઈ વાઘેલા, નરશી ભાઈ ગઢવી, વૈભવ સંઘવી સહિત ના કાર્યકરો જોડાયા હતા.
Post a Comment