વિકાસમાં નારીશક્તિની સક્રિય ભાગીદારી પ્રેરણારૂપ

  વિકાસમાં નારીશક્તિની સક્રિય ભાગીદારી પ્રેરણારૂપ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ઠેર ઠેર થઇ રહી છે ત્યારે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વુમેન્સ વીંગ ધ્વારા ઉજવણી કરાઇ હતી તો સફળતા સાથે સંવાદ ધ્વારા સમાજમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર મહિલાઓનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.

ચેમ્બર પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સ્થાન સદેવ વિશિષ્ટ રહયું છે. ચેમ્બરે મહિલાઓ ઉદ્યોગ સાથે સમાજના દરેક ક્ષેત્રમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે માટે સેવેલ સ્વપ્નને ચરિતાર્થ કરવા જ બે વર્ષથી વુમેન્સ વીંગ તથા યુથ વીંગની રચના કરી છે, જે આજે ચરિતાર્થ થઇ છે ત્યારે આજના ટેક્નોલોજીના યુગમાં દુનિયા આંગળીના ટેરવા પર આવી ગયેલ હોઇ અધિક અને આધુનિક માહિતીથી સભર રહે તેવી શીખ આપી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં વુમેન્સ વીંગના ક્વીનર રાખી નાહટાએ સહ ક્વીનરો જાગૃતિ ઠક્કર અને અસ્મિતા બલદાણીયાના સહકારથી સહુને આવકાર્યા હતા તેમજ નારી શક્તિને જગત અને જીવનના આધાર સાથે સરખાવી લક્ષ્મી, સરસ્વતી અને અન્નપૂર્ણા સાથે સરખાવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યએ નારી શક્તિની ગૌરવ અને પ્રેરણાની વાત કરતા જણાવ્યું હતું કે, 21મી સદીમાં દુનિયા દોડી રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વુમન એમ્પાવરમેન્ટમાં ઘણું કામ કર્યું છે, ત્યારે ભીક્ષામાં વચન લેવડાવતા વ્હેલ કે બેટીને ભણાવશો, જેના પરિણામ સ્વરૂપ આજે દેશની નારી દરેક ક્ષેત્રમાં તેમનું નામ અને ઓળખ ઉભી કરી શકી છે.

મહિલા ગૌરવમાં ગુજરાતનો પ્રથમ નંબર છે ત્યારે, સ્વાભિમાન માટે ક્માવવું અને કાર્યરત રહેવું, એ જ મોટી સિધ્ધી ગણાવી ગાંધીધામ ચેમ્બર અને વુમેન્સ વીંગને અભિનંદન પાઠવ્યા હતા. ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને બિરદાવી મહિલાઓ માટે ચેમ્બરના સેવેલ સ્વપ્નને આજે સ્મૃતિમંત અને સફળતામાં પરિવર્તિત થતાં જોઇ આનંદ વ્યક્ત કરવા સાથે મહેમાન મહિલાઓને તેમની સંઘર્ષ સફરની ગાથા વર્ણવી હતી.

કંડલા મરીન પોલીસના ઇન્સ્પેક્ટર એચ. કે. હુંબલે પુરૂષને પીપળાના વૃક્ષ સાથે સરખાવી મહિલાઓને તુલસીના ક્યારાની ઉપમા આપી હતી તેનું જતન કરી મહિલાઓમાં ધરબાયેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ડો. શિલ્પી તોસ્નીવાલ, એસ. આર. કે. ઇન્સ્ટીટયુટના સુરભીબેન આહિર, કંડલા મરિન સ્વીમીંગના નેશનલ ગોલ્ડ મેડાલીસ્ટ વૈદેહી ગોસ્વામી, કેપ્ટન શ્રીયાંસ રાઠોડના અનુરાધાજી, રાષ્ટ્રીય રેન્ક યુવા ડીઝાઇનર આંગી મહેતા, પાયલોટ અંજુ સચદે, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ આર્ટ, ડાન્સ ટીચર તરીકે ખ્યાતિ મેળવનારા ધારા શાહને ગાંધીધામ ચેમ્બરના પદાધિકારીઓ, વુમેન્સ વીંગ ધ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજા કાનગડ, આદિલ સેઠના, હરીશ માહેશ્વરી, જગદીશ નાહટા, ગુલ દરિયાણી, અભિષેક પારખ, રાજીવ ચાવલા, રાખી નાહટા, જાગૃતિ ઠક્કર, અસ્મિતા બલદાણીયા વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન રીતુ ગોયલ, જાગૃતિ ઠક્કરે, આભારવિધિ રાખી નાહટાએ કરી હતી.

કચ્છ હેન્ડીક્રાફટ કળાનો ખજાનો કાર્યક્રમમાં કચ્છ લીડના માર્કેટ લીન્કેજ એક્સપર્ટ મહારાષ્ટ્રમાં જન્મી ફ્ળને કર્મભૂમિ બનાવવાર મહાદેવી ઘુગરેએ કચ્છની રોગાન આર્ટ, ક્રાફ્ટ ક્લા, એમ્બ્રોઇડરી વર્ક, બેલા પ્રીન્ટની ક્લા અને હુન્નરને બિરદાવી હતી. ઉપરાંત આકર્ષણ સમાન હસ્તકળા નિષ્ણાંત પાબીબેન રબારીએ તેમની ઘેટાં – બકરા ચરાવવાથી, ઘરમાં ફક્ત મહિલાઓની જ હયાતી હોવા છતાં ‘કોન બનેગા કરોડપતિ’ સુધીની સફરને તેમની તળપદી અને રસપ્રદ શૈલીમાં વર્ણવી હતી. આજે 45 દેશોમાં પ્રોડક્ટ પહોંચાડતા, ગામડાના વ્યવસાયને ગાંધીવાદી વિચારાધારા સાથે સરખાવી ગૌરવ અનુભવાય છે


0/Post a Comment/Comments

Stay Conneted

Domain