ગાંધીધામના સોનલધામ મધ્યે ભવ્ય લોક ડાયરા તેમજ સંતવાણીનું આયોજન શીવસેના દ્રારા કરવામા આવ્યુ
સવિનય સાથે જણાવતા આનંદ અનુભવીએ છીએ કે કચ્છ જીલ્લા શિવસેના દ્વારા તા.૨૩/૦૩/૨૦૨૨ના રોજ ગાંધીધામના સોનલધામ મધ્યે ભવ્ય લોક ડાયરા તેમજ સંતવાણીનું આયોજન કરવામા આવેલ છે.આ લોકડાયરામા વધારે મા વધારે પ્રજાજનો જોડાય તેવી સહુ પ્રજાજનોને અમારા દ્વારા જાહેર નિમંત્રણ આપના માધ્યમ થી પાઠવવામા આવે છે.આ લોકડાયરાનુ આયોજન કચ્છ જીલ્લા શિવસેના દ્વારા પ્રથમ વખત કચ્છ મધ્યે કરવામા આવી રહેલ છે.આ ડાયરાનું આયોજન શહિદ દીન નિમીતે એટલે કે આપ સહુ જાણો છો એ મુજબ જે દિને ભગતસિંહ તેમજ તેમના સાથીઓને અંગ્રેજો દ્વારા જે દીવસે ફાંસી આપવામા આવેલ હતી
તે દિવસને આપના સહુ દૂારા શહીદ દીન તરીકે ઉજવવામા આવે છે. તેથી શિવસેના દૂારા આ લોકડાયરાનુ આયોજન કરી આવા ભારતમાતા ના તમામ વીર સપૂતોને પુષ્પાજંલી અપણ કરવામા આવશે.આ લોકડાયરા થી શિવસેના દૂારા આ મંચ પરથી એવું આહવાન કરવામા આવે છે તમામ જ્ઞાતીઓ,તમામ રાજકીય પક્ષો તેમજ તમામ સમાજીક સંસ્થાઓ એક મંચ પર સાથે આવી આવા વીર સપૂતોને પૂષ્પાજંલી અપણ કરી અને રાષ્ટ્રનિમાણના કાયમાં જોડાઈ અને ગાયમાતા ને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાની સરકાર પાસે માગણી કરે તેવું આહવાન કરવામા આવે છે.કચ્છ જીલ્લા શિવસેના દારા હંમેશા આ જીવદયા તેમજ લોકો ઉપયોગી કાય કરવામા આવી રહયા છે અને આગળ જતા પણ આવા લોકઉપયોગી તેમજ જીવદયાના કાય ચાલુ રહેશે એવી અમારા કચ્છ જીલ્લા ટીમ દ્વારા કચ્છની પ્રજાને ખાતરી આપવામા આવે છે.
આ ભવ્ય લોકડાયરાનુ આયોજન પણ અમારા દ્વારા ભવ્ય કરવામા આવેલ છે આ લોક ડાયરામાં લોક ગાયક તરીકે મહેશદાન ગઢવી, દેવરાજ ગોસ્વામી, શિવ આરાધક પ્રદિપદાન ગઢવી, સૂરજ સોલંકી ટીમ તેમજ બારોટ સાઉન્ડના સથવા૨ે તા.૨૩/૦૩/૨૦૨૨ ના રોજ રાતે ૧૦:૦૦ વાગ્યે સોનલધામ મધ્યે આયોજન કરવામા આવે છે તો આપ સહુ પ્રજાજનો અમારા આ જીવદયાના કાયમાં જોડાવ તેવી અમારા દ્વારા આપને અપીલ કરવામા આવે છે તેમજ આ આયોજનના નિમંત્રણને માન આપી આપ સહુ પધારી આયોજનને ભવ્ય બનાવો તેવી અમારી વિનંતી છે.
આપ સહુ પત્રકાર મિત્રોને અપીલ છે કે આ પ્રસેનોટને આપના અખબારમાં પ્રસિધ્ધ કરી અને જીવદયાના કાયમા આપ અમારી સાથે સહભાગી બનો તેવી શિવસેનાની આપને વિનંતી છે.આ સમગ્ર આયોજન કચ્છ જીલ્લાની ટીમ દ્વારા કરવામા આવી રહયો છે આ કાયક્રમની જહેમત કચ્છ જીલ્લા શિવસેના મંત્રી રાજેશભાઈ જનોધ,કચ્છ જીલ્લા ઉપપ્રમુખ વિપુલદાનભાઈ ગઢવી તેમજ ગાંધીધામ તાલુકા પ્રમુખ દિલુભા ગઢવી,ગાંધીધામ શહેર પ્રમુખ યોગેશ ગોર,આદીપુર શહેર પ્રમુખ પ્રવિણભાઈ આહીર,અંજાર તાલુકા પ્રમુખ કુનાલ કટારીયા,અંજાર તાલુકા મહામંત્રી ભંવરસિંહ રાઠોડ,અંજાર તાલુકા ઉપપ્રમુખ મનોજભાઈ ખત્રી,અંજાર શહરે પ્રમુખ વિનોદભાઈ ઠકકર તેમજ ગાંધીધામ અને અંજાર તાલુકના તમામ શિવસૈનિકો આ કાયમા સહભાગી થઈ રહયા છે.આમ આપ સહુ પ્રજાજનો તેમજ પત્રકાર મિત્રો આ કાયક્રમની શોભા વધારશો તેવી આશા છે.
Post a Comment