અનુસુચિત જાતિના ફરીયાદીની જમીન પર ગે.કા કબ્જો કરનાર મુખ્ય આરોપીઓને પક્ડી પાડતી લાકડીયા પોલીસ

અનુસુચિત જાતિના ફરીયાદીની જમીન પર ગે.કા કબ્જો કરનાર મુખ્ય આરોપીઓને પક્ડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાંથી શરીર સબંધી/મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનુસુચિત જાતિ-જનજાતિના લોકો ઉપર અત્યાચાર કરનાર ગુનાના આરોપીઓને પકડી પાડવા આપેલ માર્ગદર્શન અનુસંધાને લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગઈ તા-૧૧/૦૩/૨૦૨૩ ના રોજ એફ.આઈ.આર નંબર-૧૧૯૯૩૦૧૧૨૩૦૦૧૮/૨૦૨૨ એટ્રોસીટી એક્ટની કલમ-૩(૧)(એફ),૩(૧)(જી),૩(૧)(આર),૩(૨)(૫-એ) તથા ઈ.પી.કો કલમ-૧૪૩,૧૪૪,૧૪૯,૩૮૭,૪૪૭,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ અને આગળની તપાસ મે.નાયબ પોલીસ અધિક્ષશ્રી સાગર સાંબડા સાહેબનાઓ કરતા હોય જેઓએ આરોપીઓને પકડી પાડવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેકટરશ્રી આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ દ્વારા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીઓની શોધખોળ કરતા ઉપરોક્ત ગુના કામેના મુખ્ય બંને આરોપીઓને પકડી પાડી ગુના કામે રાઉન્ડઅપ કરવામાં આવેલ અને આગળની તપાસ મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભચાઉ વિભાગ ભચાઉનાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:- (૧) ગણેશા વરજાંગભાઈ રબારી ઉ.વ-૨૪ રહે.લલીયાણા તા-ભચાઉ કચ્છ (૨) કાજા અમરાભાઈ રબારી ઉ.વ-૨૭ રહે.શિકારપુર તા-ભચાઉ કચ્છ

આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઈ જયેશભાઈ એન.પારગી, ઈસ્માઈલ એમ.ચાકી તથા પો.કોન્સ.વરજાંગભાઇ રાજપુત,લક્ષ્મણસિંહ ઝાલા અને દિપકભાઈ સોલંકી નાઓ જોડાયેલ હતા.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain