મોટી રવ મધ્યે મુરવાજી દાદા ની તિથિ યોજાઈ સાથે અને નૃતન હોલ નુ રાપર ધારાસભ્ય નાં વરદ હસ્તે લોકાર્પણ કરાયું.

મોટી રવ મધ્યે મુરવાજી દાદા ની તિથિ  યોજાઈ સાથે અને નૃતન હોલ નુ રાપર ધારાસભ્ય નાં વરદ હસ્તે લોકાર્પણ કરાયું.

રાપર તાલુકા નાં મોટી રવ મધ્યે એતિહાસિક રવેચી માતાજી નાં સાનિધ્યમાં માઁ રવરાય નાં પરમ ઉપાસક અને મોટી રવ, નાની રવ, જેસડા, ત્રંબો મુરવાણી પરીવાર નાં વટ વૃક્ષ મુરવાજી દાદા ની ચેત્રી સાતમ ની તિથિ નિમિતે સમસ્ત મુરવાજી પરીવાર ધ્વરા ભવ્ય ઉજવણી કરાઈ હતી તેમજ મુરવાજી દાદા નાં સ્થાનકે અગાઉ મુન્દ્રા -માંડવી નાં ધારાસભ્ય હતાં તે દરમિયાન રૂપિયા પાંચ લાખ નાં ખર્ચે ભવ્ય હોલ અને શેડ નુ લોકાર્પણ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા નાં વરદ હસ્તે કરાયું હતું 

જેમા મુરવાજી દાદા પરીવાર નાં બનાસકાંઠા મધ્યે આવેલ લીંબુણી, ચારણકા, મસાલી, વરણુંસરી,મોટી રવ, નાની રવ, ત્રંબો, જેસડા સહિત નાં ગામો નાં ભાયાતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને આજ થી 337 વર્ષ પહેલાં આવેલ કચ્છ મહારાવ સાહેબજી નાં પુત્ર મુરવાજી જાડેજા જેઓ પ્રથમ વોન્ધ, મસાલી અને ત્યાર બાદ માઁ રવેચી ની કૃપા અને આજ્ઞા થી મોટી રવ મધ્યે ચેત્ર મહિના માઁ આવી ને ગાદી સ્થાપી હતી જેના કારણે ઉપરોક્ત ગામો નાં મુરવાણી પરિવાર ધ્વરા દર વર્ષે અહીં તિથિ યોજાય છેં જેમા આજરોજ મુખ્ય અતિથિ તરીકે કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ નાં પ્રમુખ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી બે નૃતન હોલ અને શેડ નુ લોકાર્પણ કર્યું હતું 

જેમા રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ નાં પ્રમુખ રાજુભા જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, વણવીર ભાઈ સોંલકી,હેતુભા વાઘેલા, મુરૂભા જાડેજા,કેશુભા વાઘેલા, ડોલરરાય ગોર, જયદીપ સિંહ જાડેજા,અશોકસિંહ ઝાલા,રામજીભાઈ સોંલકી, બીજલભાઈ વરચંદ,હઠુભા સોઢા, શેરૂભા જાડેજા, ગોડજી ભટી,આઇદાન ગઢવી, નરેન્દ્ર દાન ગઢવી, ભરતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા,અનોપસિંહ વાઘેલા,બહાદુરસિંહ બારોટજી,મોહનભાઇ બારડ, કુંભાભાઈ સેલોત,રામજીભાઈ ચાવડા,જેસુભા જાડેજા, હેમ્સ જાડેજા,શક્તિસિંહ જાડેજા, નરપતસિંહ જાડેજા, ઘનુભા જાડેજા,અરવિંદસિંહ જાડેજા, હેતુભા જાડેજા,ભનુભા રણજીતસિંહ જાડેજા,હિંદુભા જાડેજા ચારણકા,રાણાજી જાડેજા, અનોપસિંહ જાડેજા,મેંદુભા જાડેજા,સુખુભા જાડેજા,ખીમુભા જાડેજા, દેવેન્દ્ર સિંહ જાડેજા,હઠુભા જાડેજા,બળદેવસિંહ જાડેજા, દિલુભા ધીરુભા જાડેજા,બાલુભા મનુભા જાડેજા,ફતેસિંહ જાડેજા,ભનુભા જાડેજા, ગિરિરાજસિંહ વાઘેલા, રતનસિંહ વાઘેલા,નેંદુભા વાઘેલા,રાસુભા જાડેજા,અજીતસિંહ જાડેજા સઈ, હિતેષભાઇ પ્રજાપતિ,રાસુભા સોઢા,દિપુભા મુરૂભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં તેમજ મહાપ્રસાદ નાં દાતા ચારણકા નાં હિંદુભા જીલુભા જાડેજા પરીવાર તેમજ તેમના ભાયો રહ્યા હતાં તો આ તકે પતરા નાં શેડ ને વધુ લાંબાવવા તેમજ અન્ય સુધારા માટે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધ્વરા પોતાની ગ્રાન્ટ માંથી વધુ પાંચ લાખ ફાળવવા ની જાહેરાત કરી હતી 

જેને ઉપસ્થિત તમામ ભાયાતો એ વધાવી લીધી હતી તેમજ કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન મહાવીરસિંહ જાડેજા અને આભાર વિધિ તેમજ સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન નરેન્દ્રસિંહ જાડેજા મોટી રવ શાળા નાં આચાર્ય ધ્વરા કરાયું હતું સમગ્ર કાર્યક્રમ ની જહેમત મુરવાણી પરિવાર નાં યુવાનો ભાઈઓ એ ઉઠાવી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain