ગાંધીધામમાં પોલીસ દ્વારા લોન વિતરણ કાર્યક્રમ યોજાયો

ગાંધીધામમાં પોલીસ દ્વારા લોન વિતરણ કાર્યક્રમ યોજાયો


ગાંધીધામના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસવડા મહેન્દ્રભાઈ બગડિયાસાહેબના નેતૃત્વમાં લોન લોન વિતરણનું આયોજન કરાયું હતું. જરૂરિયાતમંદ લોકો જાણકારીના અભાવે બેંકમાં લોન લેવા જતા નથી અથવા તો અપૂરતા ડોક્યુમેન્ટ્સને કારણે તેમને લોન મળતી નથી. જેથી નાછૂટકે ઊંચા દરે વ્યાજે નાણાં મેળવી વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઈ જતા જરૂરિયાતમંદોને સરળતાથી બેંક લોન મળી શકે તે માટે લોન માર્ગદર્શન લોન વાતરણ આયોજન કરી પોલીસ વિભાગે “પોલીસ પ્રજાનો મિત્ર છે'' સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. 


આજે આ તકે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમવર્ગના જરૂરિયાતમંદ લોકો પોતાની નાણાકીય જરૂરિયાત વખતે વ્યાજ વટાવનો ગેરકાયદેસર ધંધો કરતાં તત્ત્વો પાસેથી લોન મેળવતા હોય છે. ખૂબ ઊંચા વ્યાજે નાણાં ધીરનારની પઠાણી ઉઘરાણીનો ભોગ બનતા હોય છે. ઘણા કિસ્સાઓમાં મુદ્દલથી વધુ રકમ ચૂકતે કરી દેવા છતાં પણ ઉઘરાણી ચાલુ રાખી વ્યાજખોરો ગરીબોને રંજાડતા રહે છે. આવા કિસ્સાઓમાં જરૂરિયાતમંદ લોકો ને પોલીસ દ્રારા લોન માટે ખુબ લાભ મળ્યો હતો અને લોકો વ્યાજ નો શીકાર ના બને એમના માટે સારી મુહિમ કરવામા આવી હતી


પૂર્વ કચ્છ એસ.પી મહેન્દ્ર બગડીયા સાહેબે જણાવ્યું હતું કે, આ  રાજ્ય સરકાર તરફથી મુહિમ ચાલી રહી છે ત્યારે લોન વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે વ્યાજખોરી નાબુદ કરવા માટે આજુ બાજુના વિસ્તાર ના લોકો જોડાયા હતા અને ગાધીધામ, ભચાઉ વિસ્તાર મા કાર્યક્રમ રાખવામા આવ્યો હતો કાર્યક્રમ માં જે લોકોએ ફોર્મ ભર્યા હતા કાર્યક્રમ મા ૨૦ થી ૨૫ લોકોને ચેક વિતરણ કરવામા આવ્યા હતા અને ૫૦ લાખથી વધારે રકમ લોકોને બેંક દ્રારા મળી છે તો પોલીસ તેમને લોન માટે મોટો ફાળો રહ્યો હતો


આ કાર્યક્રમમા પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસવડા મહેન્દ્ર બગડિયા સાહેબના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં કચ્છ બોડર રેન્જ આઈ જી જે.આર. મોથલિયા સાહેબ ડી.વાય.એસ.પી મુકેશ ચૌધરી, ડીવાયએસપી એ. વી. રાજગોર, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ધારાસભ્ય શ્રી અંજાર ત્રિકમભાઈ છાંગા, શ્રીમતી માલતીબેન મહેશ્ર્વરી, ધારાસભ્યશ્રી, ગાધીધામ ઉપરાંત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ,  હાજર રહ્યા હતા.









0/Post a Comment/Comments

Stay Conneted

Domain