પૂર્વ કચ્છ પોલીસ ની કામગીરી થી માહિતગાર થતા છત્તીસગઢ ના પોલીસ અધિકારીઓ

પૂર્વ કચ્છ પોલીસ ની કામગીરી થી માહિતગાર થતા છત્તીસગઢ ના પોલીસ અધિકારીઓ 

રાપર વિશ્વ પ્રસિધ્ધ કચ્છ ના સફેદ રણ અને વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદી મા આવેલ ધોરાવીરા ના લીધે દેશ વિદેશમાં થી લોકો મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસ અને છત્તીસગઢ પોલીસ ના સંકલન ના એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આજે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ ની મુલાકાત છત્તીસગઢ પોલીસ ના પંદર પોલીસ અધિકારીઓ પૂર્વ કચ્છ ના જુદા જુદા પોલીસ મથક ની મુલાકાત લીધી હતી


તે અંતર્ગત આજે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ના માર્ગદર્શન હેઠળ છત્તીસગઢ ના પોલીસ અધિકારીઓ રાપર પોલીસ મથક ની મુલાકાત લીધી હતી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી એ ગુજરાત અને કચ્છ પોલીસ ની જુદી જુદી કામગીરી અને પોલીસ રેકોર્ડ એફઆઈઆર પોલીસ લોકઅપ ટ્રાફિક તથા તપાસ કઈ રીતે થાય છે તે અંગે માહિતી આપી હતી તો એસઓજી પીએસઆઇ એમ એમ ઝાલા એ સ્પેશિયલ ઓપરેશન ગૃપ ની કામગીરી અંગે જાણકારી આપી હતી 



રાપર પીઆઈ વી. કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા પીએસઆઇ આર આર આમલીયાર બાબુભાઈ કારોત્રા નરેશ ઠાકોર મુકેશ ચાવડા અશોકભાઈ જાદવ વિગેરે એ રાપર પોલીસ ની કામગીરી અંગે જાણકારી આપી હતી તો છત્તીસગઢ પોલીસ ના ઈન્ચાર્જ પોલીસ અધિકારી અભિષેક દુબે એ ગુજરાત અને કચ્છ પોલીસ વિભાગ દ્વારા જે માહિતી આપી તે એકદમ સરસ છે અને કચ્છ ના સફેદ રણ તથા ધોરાવીરા ની મુલાકાત લઈ કચ્છ ની જાણકારી મેળવી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain