બનાસકાંઠાના દાંતા મા ઈંગ્લીશ દારૂના વાયરલ વિડીયો બાદ યાત્રાધામ અંબાજી માં પણ દેશી દારૂની રેલમછેલ

 બનાસકાંઠાના દાંતા મા ઈંગ્લીશ દારૂના વાયરલ વિડીયો બાદ યાત્રાધામ અંબાજી માં પણ  દેશી દારૂની રેલમછેલ

બનાસકાંઠાનું અંબાજી એક યાત્રાધામ છે જયાં દિવસ ભરમાં હજારો લોકો મા અંબેના દર્શને આવતા હોય છે અને મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે તેવામાં ખુલ્લેઆમ ચાલતા દારૂ મુદ્દે માઈ ભક્તોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.અંબાજી વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહ્યું છે  દેશી દારૂનું ધૂમ વેચાણ. અંબાજી પોલીસ સ્ટેશનની નજીક આવેલ બસ સ્ટેન્ડ તેમજ ભાટવાસ અંબિકા ભોજનાલય ની પાછળ આઠ નંબર કુંભારીયા જેવા વિસ્તારમાં વહેંચાઈ રહ્યો છે 

ખુલ્લેઆમ  દારૂ હપ્તાના જોરે અંબાજી વિસ્તારમાં દારૂના ધંધાએ જોર પકડ્યું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે હવે સવાલ એ થાય છે કે કયા પોલીસ કર્મીના આશીર્વાદ હેઠળ અંબાજી માં ચાલી રહ્યા છે દારૂના  સ્ટેન્ડો  અંબાજી વિસ્તારમાં દારૂના ધમતા સ્ટેન્ડની સામે પોલીસની કામગીરીને લઈ અનેક સળગતા સવાલ ઉઠી રહયા છે તંત્ર દ્વારા અંબાજી વિસ્તારમાં જે જગ્યાએ દારૂના સ્ટેન્ડ છે

ત્યાં ઓચિંતી રેડ કરાય અને આવા પોલીસ કર્મીઓની સામે કાર્યવાહી કરાય તે જરૂરી બન્યું છે અંબાજી પોલીસ સ્ટેશનથી આશરે 200 મીટર રેન્જમાં ચાલી રહ્યુ  છે ખુલ્લેઆમ  દારૂના વેચાણ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલુ જોવા મળી રહ્યું છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જાણે ફક્ત કાગળ પરજ હોય તેવું લાગી રહ્યું છે હવે જોવું એ રહ્યું જિલ્લાના એસપી વડા દ્વારા અંબાજીના જવાબદાર અધિકારીઓ સામે કેવા પગલાં લેશે ?
0/Post a Comment/Comments

Stay Conneted

Domain