૭મી એપ્રિલથી ભુજ – સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થશે

૭મી એપ્રિલથી ભુજ – સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થશે

ભુજ: કચ્છ અને અમદાવાદ વચ્ચે એક જ દિવસમાં પોતાનું કામ પૂર્ણ કરી પરત આવન – જાવન થઈ શકે માટે ખૂબ જ લાંબા સમયથી કચ્છની જનતા વતી સાંસદ દ્વારા કેન્દ્ર સરકાર પાસે અવાર – નવાર રજૂઆતો કરવામાં આવી હતી. કચ્છના જન પ્રતિનિધિઓ દ્વારા પણ સરકાર અને સાંસદ પાસે રજૂઆતો કરવામાં આવતા તા. ૭/૪થી ભુજ – સાબરમતી (ટ્રેન નંબર – ૦૯૪૫૬) સવારે ૬ઃ૫૦ થી નીકળી બપોરે ૧:૩૦ સાબરમતી પહોંચશે તેવી જ રીતે સાબરમતીથી (ટ્રેન નંબર – ૦૯૪૫૫) સાંજે ૫:૪૦ વાગ્યે રવાના થઈ રાત્રે ૧૧:૫૦ મિનિટે ભુજ આવશે. બસ અને લક્ઝરીઓમાં કંટાળાજનક પ્રવાસને બદલે લોકોની તકલીફો – સમય તથા મોંઘા ભાડાથી પ્રજાને રાહત થશે અને વેપાર – વણજ જેવા કાર્યોના મુખ્ય હબ અમદાવાદમાં કામ પતાવી પરત કચ્છ એક જ દિવસમાં આવી શકાશે. ભુજ – સાબરમતી સમર સ્પેશિયલ ઈન્ટરસિટી ટ્રેન શરૂ થતાં સાંસદે ખુશી વ્યક્ત કરતા આ બાબતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ તથા રેલ્વે મંત્રાલયનો આભાર માન્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છ પ્રત્યે સદૈવ સંવેદનશીલ અભિગમ ધરાવી કચ્છની જનતાની માંગણીઓને પ્રાધાન્ય અપાય છે તેવું સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain