કચ્છ ના ભુજ ની સીવીલ હોસ્પિટલમાં ડૉક્ટરોની દર્દીઓ ની સારવાર ની બેદરકારી નો નમુનો હાલ હળતાળ પર

 કચ્છ ના ભુજ ની સીવીલ હોસ્પિટલમાં ડૉક્ટરોની  દર્દીઓ ની સારવાર ની બેદરકારી નો નમુનો  હાલ હળતાળ પર

 ભુજ જી કે જનરલ હોસ્પિટલ માં દર્દી અને ડોક્ટર વચ્ચે થય મારા મારી અને ડોક્ટર હડતાલ કરી

મિડિયા ને રોકવામા કેમ આવ્યા લોકો ને સત્યની માહિતી ના મળે એટલે કે દાળ મા કઈ કાળુ હશે? 

અદાણીને સોંપાયા બાદ જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં સારવાર સંબંધી વિવાદો થંભવાનું નામ નથી લેતા. ભુજના રહીશ દર્દીને ગેઈમ્સમાં લાવ્યા બાદ સારવારમાં અસંતોષ થતા દર્દીના પરિજનો અને ડૉક્ટર વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં દર્દીના બે પરિજનોએ ડૉક્ટરને ધડાધડ લાફાઓ ઝીંકી દેતા મામલો ઉગ્ર બન્યો હતો. દર વખતની જેમ ગેઈમ્સના અભ્યાસુ ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા હતા અને જોતજોતામાં સમગ્ર ઇમરજન્સી વિભાગ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. 

ઉગ્ર બનેલા ગેઈમ્સમના વિદ્યાર્થીઓએ સાથી ડૉક્ટર ઉપર હુમલો કરનારા બન્ને શખ્સોને તેઓને સોંપી દઈ સબક શીખડવા ભારે ધમપછાડા કર્યા હતા. એટલું જ નહીં હોસ્પિટલમાં આવેલ પોલીસ ચોકી પર બળ પ્રયોગ કરી નુકશાન પણ પહોચાડ્યું હતું. જે બાદ પોલીસ અધિકારીઓ અને હોસ્પિટલના મેનેજમેન્ટ એ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓની માંગ અનુસાર હુમલાખોર શખ્સોએ માફી માંગતા હડતાળ સમેટાઈ હતી. પોલીસે બન્ને આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઈમરજન્સી વિભાગમાં પણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની નિમણૂક મેનેજમેન્ટ દ્વારા ન કરાતી હોઈ દર્દીઓને જરૂરી સારવાર મળી શકતી નથી અને તેથી જ ક્યારેક લોકોએ પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવે છે. આવા સંવેદનશીલ સંજોગોમાં દર્દીના સગાઓ ડૉકટરોને કસૂરવાર ગણી હુમલા કરતા હોય છે0/Post a Comment/Comments

Stay Conneted

Domain