મુન્દ્રાના એક સમાન્ય વ્યક્તિની અસામાન્ય કૃતિ હિંમતભાઈ ભવાન ભાઈ માલમે મુંદરા ને આપાવ્યું ગૌરવ

મુન્દ્રાના એક સમાન્ય વ્યક્તિની અસામાન્ય કૃતિ હિંમતભાઈ ભવાન ભાઈ માલમે મુંદરા ને આપાવ્યું ગૌરવ

મુંદરા એક સમયે  મુંદરા બંદર ઉપર ૮૦ જેટલા વહાણ લાંગરેલા રહેતા હતા છેલ્લા ઇ. સ.૧૯૮૬માં મુંદરા નાં વહાણવટાના ઇતિહાસના અંતિમ સંભારણા સમાન ' તારણહાર '  નામના  જહાજે જળ સમાધિ લીધી હતી ત્યારથી આજ સુધી મુંદરાના નસીબે નવું વહાણ નથી નોંધાયું પરંતુ વહાણના મોડલ બનાવવાની હસ્તકલા એ જ તારણહાર વહાણના માલિક પૈકીના હિંમત ભવાન ભાઈ ચુડાસમા (માલમ ) એ જાળવી રાખી છે.જુદા જુદા ૬૦ થી વધુ વહાણના કલાત્મક અને વહાણની અસલ બાંધણી મુજબના ૨ ફૂટથી ૪ફૂટ સુધીના વહાણના મોડલ તેઓ બનાવી ચૂક્યા છે.

હિંમતભાઈ ને મળતાં તેમણે જણાવાયુ મે સી.કે. એમ.કન્યાશાળા પાસે મારી ચાની કેબિન છે.બપોરના સમયે ચાની ખાસ ધરાકી હોય નહિ તેથી  ફુરસદના એ સમયનો ઉપયોગ કાષ્ટના વહાણ બનાવવામાં કર્યો અંદાજે રૂ ૫હજાર સુધીનું તૈયાર થયેલું વહાણ મુંબઈ વસતા જેનો અને અન્ય લોકો ઓફિસ કે ધર નાં શો કેસમાં અથવા કોઈને ભેટ આપવા માટે લઈ જાય છે ચિલ અને લાકડામાંથી વહાણની બાંધણી મુજબનું તમામ કષ્ટકામ હાથેથી જ કરવામાં આવે છે. દર્શન શિપ મોડેલિંગ ના નામે વહાણ નું કામ કરતા હિંમતભાઈ  મશીન વાળા અને સઢવાળા વહાણ નું મોડેલ તૈયાર કરી તેને કાચ ની કેબિનમાં ગોઠવી ઇલેક્ટ્રીક સર્કિટ બેચાડી વહાણના મોડેલ ને ભારે જહેમત સાથે અંતિમ આપે છે વહાણના પ્રકાર મુજબ કોઈ વહાણને પોલિશ તો કોઈને રંગવામાં આવે છે વહાણ બનાવતી વખતે ઝીણી ઝીણી વિગતો અને માપ - મેજરમેન્ટ નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે .પરિણામે હિંમત ભાઈ માલમે બનાવેલા વહાણના મોડેલ કોપોરેટ ઓફિસો અને દીવાન ખાનામાં  સ્થાન પામ્યા છે 


0/Post a Comment/Comments

Stay Conneted

Domain