રાપર તાલુકા મા બોર્ડ ની ધોરણ દસ ની પરીક્ષા ચુસ્તપણ બંદોબસ્ત વચ્ચે શરૂ થઈ. અતિ સંવેદનશીલ કેન્દ્ર પર પેરા મિલિટરી ફોર્સ પોલીસ તૈનાત કરવામાં આવી
રાપર આજ થી શરુ થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ની ધોરણ દસ ની બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ થયો છે ત્યારે કચ્છ જિલ્લા ના રાપર તાલુકાના સાત કેન્દ્ર પર પેરા મિલિટરી ફોર્સના જવાનો પોલીસ તથા કલાસ વન અધિકારી ના બંદોબસ્ત વચ્ચે પરીક્ષા નો પ્રારંભ થયો છે
રાપર તાલુકા મા રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે..રાપર કોલેજ કેમ્પસમાં આવેલી મોડર્ન સ્કૂલ ખાતે બે કેન્દ્ર પર તેમજ આડેસર ખાતે બે.. ગાગોદર.. બાલાસર. ફતેહગઢ ખાતે પરીક્ષા નો પ્રારંભ થયો છે રાપર સરકારી હાઈસ્કૂલ ખાતે પરીક્ષા સંચાલક હર્ષદ ભાઈ બારૈયા ના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો
રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી દ્વારા કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તો રાપર શહેર ભાજપ રાપર તાલુકા ભાજપ રાપર યુવા ભાજપ ના હોદેદારો એ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ને કુમકુમ તિલક અને સાકર દ્વારા મીઠું મોઢું કરાવ્યું હતું તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા રાપર સીપીઆઇ જે. બી. બુબડીયા ગાગોદર આડેસર પીએસઆઇ ડી આર ગઢવી બાલાસર પીએસઆઇ ડી એલ ખાચર પીએસઆઇ આર. આર આમલીયાર સહિત ના પોલીસ અધિકારીઓ એ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ હાથ ધર્યું હતું
તો તમામ કેન્દ્રો પર પેરા મિલિટરી ફોર્સના જવાનો પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા આમ આજ થી રાપર તાલુકા ના તમામ કેન્દ્રો અતિ સંવેદનશીલ હોય ચુસ્તપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમાર તથા પૂર્વ કચ્છ ના ઝોનલ અધિકારી જે. બી. સથવારા એ જણાવ્યું હતું
Post a Comment