પવનચક્કીનો ચોરાઉ કેબલ વેચતી સુથરીની ત્રિપુટીને પોલીસએ પકડીને કરી જેલ ના હવાલે

પવનચક્કીનો ચોરાઉ કેબલ વેચતી સુથરીની ત્રિપુટીને પોલીસએ પકડીને કરી જેલ ના હવાલે

અબડાસા તાલુકામાં કોઠારા પોલીસ સ્ટેશનની હદમાં સૂઝલોન કંપનીની ત્રણ પવનચક્કીમાંથી કેબલ ચોરી કરવાના કેસમાં સુથરી ગામના ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં માલ ખરીદનાર વેપારીનો પણ સમાવેશ થાય છે. તપાસમાં કડુલી ગામમાંથી બેટરી ચોરવાના કેસમાં અન્ય બે ઇસમના નામ પણ ખુલ્યા છે.

અબડાસા તાલુકાના સુથરી ગામના નિતેશ જુમા કોલી તથા ખેરાજ શીવજી મહેશ્વરી પાસે ચોરી કે છળકપટથી મેળવેલ શંકાસ્પદ કોપર વાયર છે અને સગેવગે કરવાની ફીરાકમાં છે તે બાતમીના આધારે એલસીબીએ તપાસ કરતા બંને જણા મળી આવ્યા હતા.

તેમની પાસે રહેલા વાયરના ગુંચડા બાબતે પુછતા જવાબ આપી શક્યા ન હતા બાદમાં યુક્તિ પ્રયુક્તિથી કરતા જણાવ્યું કે, આ કોપર વાયરો આજથી થોડા મહીના પહેલા સુથરી ગામની સીમમાં સુજલોન કંપનીની પવનચક્કીમાંથી ચોર્યા હતા અને ગામના સુલેમાન જુસબ કુંભારને આપ્યા હોઈ સ્થાનિક કોઠારા પોલીસની મદદ લઇ સુથરી ગામે જઇ સુલેમાન જુસબ કુંભારને ઝડપી લેવાયો હતો.

જેણે કબૂલાત આપી કે, થોડા દિવસ પહેલા નિતેશ, ખેરાજની સાથે અયાન ઇકબાલ મવર તથા ફરદીન ઓસ્માણ પીજારા 8 બેટરી પણ આપી ગયા હતા અને આ બંને જે કોપર વાયર અગાઉ આપી ગયા હતા તે છૂટકમાં વેચી નાખ્યો છે. દોઢ-બે માસ અગાઉ લઠેડી ગામની સીમમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીના વાયરો ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આરોપીઓ પાસેથી 20 હજારના 50 કિલો વાયર, રોકડા રૂ. 20 હજાર અને 5 હજારનો મોબાઈલ કબ્જે કરાયો હતો. આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી માટે કોઠારા પોલીસને સોંપવામાં આવ્યા છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain