ભચાઉ તાલુકાના સામખીયારી શહેરની શાળામા વાર્ષિકોત્સવ સહિત વિદાય સમારોહ પ્રોગ્રામ યોજાયો

ભચાઉ તાલુકાના સામખીયારી શહેરની શાળામા વાર્ષિકોત્સવ સહિત વિદાય સમારોહ પ્રોગ્રામ યોજાયો

તા.23/3/2023,ગુરુવાર શાળામાં વાર્ષિકોત્સવ,ધો.8 વિદાય અને નિવૃત શિક્ષક અરવિંદભાઈ મોહનભાઇ મકવાણાનું વિદાય સમારંભ એમ એક સાથે ત્રણ કાર્યક્રમો કરવામાં આવ્યા.જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભચાઉ-કચ્છ,આયુ.કૃપાલીબેન વાઘડિયા,બીઆરસી કો.મા.વિજયભાઈ પંડયા,એસ.એમ.સી અધ્યક્ષ રજીયાબેન રાઉમા,બીટ કે.નિ. મા.પ્રકાશકુમાર પાટીલ,ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન આયુ.મણીબેન જાદવ,તા.પં. સદસ્યના પ્રતિનિધિ મા.કાનજીભાઈ બાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો,જેમાં અભિનય ગીતો અને સ્પીચ રજૂ કરવામાં આવ્યા

દર વર્ષની જેમ બાળાઓને એવોર્ડ્સ આપી સમ્માનિત કરવામાં આવ્યા.બેસ્ટ મેનેજમેન્ટ એવોર્ડ કુ.અંશિકા મઢવી, ધો.8 અને બેસ્ટ સ્ટુડન્ટ કુ.પ્રિયલ ડાંગર,ધો.8ને આપવામાં આવ્યા.બેસ્ટ મેનેજમેન્ટ 2019-'20 એવોર્ડ (જે કોરોના મહામારીના કારણે વાર્ષિકોત્સવ કાર્યક્રમ 2020માં ના થઇ શકવાના કારણે) અત્યારે કુ.વર્ષા વાઘેલા,ધો.8ને  આપવામાં આવ્યો.

દરેક બાળાને એવોર્ડ ટ્રોફી સાથે 5 ગ્રામ ચાંદીનો સિક્કો આપવામાં આવ્યો.નિવૃત શિક્ષક અરવિંદભાઈનું શાળા પ્રતીક ભેંટ,ચાંદીનો સિક્કો 10 ગ્રામ ,સમ્માનપત્ર,પાઘડી દ્વારા અને ગ્રુપની અન્ય શાળાઓ દ્વારા તથા smc દ્વારા ગિફ્ટ-મોમેન્ટસ આપી સમ્માન કરવામાં આવ્યું.કલસ્ટરના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી પામેલ શાળાના શિક્ષિકા આયુ.

હરનિશાબેન ચૌહાણને સમ્માનપત્ર અને ગિફ્ટ આપી સમ્માનિત કરવામાં આવ્યા .કાર્યક્રમનું સંચાલન સી.આર.સી કો.મા. અતુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું.શાબ્દિક સ્વાગત આચાર્યશ્રી રમેશકુમાર પરમાર દ્વારા અને આભાર દર્શન મદદનીશ શિક્ષિકા આયુ.હરનિશાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું.ઉપસ્થિત તમામ મહેમાનોનો શાલ દ્વારા સમ્માન કરવામાં આવ્યુ
0/Post a Comment/Comments

Stay Conneted

Domain