ગાંધીધામના શક્તિનગર વિસ્તારમાં યુવાન પર સશસ્ત્ર હુમલાના કેસમાં આરોપીઓના જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટ

ગાંધીધામના શક્તિનગર વિસ્તારમાં યુવાન પર સશસ્ત્ર હુમલાના કેસમાં આરોપીઓના જામીન મંજુર કરતી સેસન્સ કોર્ટ

ગાંધીધામના શક્તિનગર વિસ્તારમાં આવેલ આંબેડકર ફળિયામા મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને પાંચ ઇસમોએ ઘરિયા,ગુપ્તી અને ધોકા વડે માર મારવાના કિસ્સામાં ગાંધીધામ સેસન્સ કોર્ટે તમામ આરોપીઓના જામીન મંજુર કરેલ છે.

આ ફરિયાદની ટૂંકી હકીકત એવી છે કે, સદર કામના આરોપીઓએ જૂની સુંદરપુરી આંબેડકર ફળિયામાં રહેતા છવીસ વર્ષીય યુવાન પર તા.૦૮/૦૩/૨૦૨૩ ના રોજ રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં સુતા હતા ત્યારે તેના મિત્રએ ફોન કરી જણાવ્યું હતું કે, ગણેશનગરથી આવેલા પાંચ જણા ઝઘડો કરે છે તમે આવો તેવું કહેતા તેઓ ત્યાં જઈ તેમને છોડવવા વચ્ચે પડતા આરોપીઓએ ધરિયા,ગુપ્તી તેમજ ધોકા વડે તથા ગડદા પાર્ટુનો માર મારેલ હતો જેથી ફરિયાદીના ડાબા હાથના સ્નાયુ કપાઈ ગયેલા હોઈ હાલના તમામ આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો કલમ :-૧૪૩,૧૪૭,૧૪૮,૩૨૩,૩૨૪,૩૨૬ ૫૦૬ (૨) ૨૯૪ (ખ) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામે સંડોવાયેલા હોવાનો ફરિયાદ પક્ષનો કેસ હોઈ મેં.નામદાર શ્રી સેશન્સ જજ સાહેબ શ્રી ગાંધીધામની અદાલતમાં આ કામના આરોપીઓની જામીન મળવા અંગેની અરજી ફો.૫.અ.નં.૧૬૮/૨૩ થી રજુ કરવામાં આવેલ જેમાં હાલના આરોપીઓ (૧) મોહન દેવજીભાઈ ભાગવંત (માતંગ) (૨) ભાવેશ ઉર્ફે ભાવુ બાબુભાઈ રોશિયા (૩) નિતીન વાછીયાભાઈ સીજુ (૪) કિરણ કમલેશભાઈ મેઘાણી (૫) હરચંદભાઈ બહાદુરભાઈ પરસોડા તરફે વિદ્વાન વકીલ શ્રી નીતેશ એસ.દેવલીયા, શ્રી નરેશ વી.મંગેરિયા, શ્રી ફારૂક એમ.ચાવડા, શ્રી જીમેશ બી.માંગલીયા દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ જે નામદાર સેસન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવેલ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain