રાપર શહેર અને તાલુકા મા હોળી ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી

રાપર શહેર અને તાલુકા મા હોળી ધુળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી


રાપર વાગડ વિસ્તારમા હોળી ધુળેટી પર્વ ની ઉજવણી  લોકો એ ઉત્સાહ પૂર્વક કરી હતી હોલિકા દહન શહેર ના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું જેમાં નાના  એક વર્ષ ના બાળકો ને ધામધૂમથી પગે લગાડવામાં આવ્યા હતા ભવ્ય કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી તો આજે ધુળેટી પર્વ નિમિત્તે નાના મોટા સૌ કોઈ એ પર્વ ની ઉજવણી કલર ઉડાડી કરી હતી તો શહેર મા આવેલ મંદિરો ખાતે આરતી સત્સંગ સહિત ના ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું 


હોળી ધુળેટી પર્વ દરમિયાન રાપર નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા ચીફ ઓફિસર નવઘણભાઈ કડ મનુભાઈ રાજગોર મેહુલ રૈયા દયારામ ભાઈ મસુરીયા પ્રકાશ રાજગોર લાલજી કારોત્રા મેહુલ જોશી રાહુલ કારીયા કિશન કારીયા હકુમતસિંહ સોઢા ભિખુભા સોઢા દિલીપ મિરાણી રમેશ સિયારીયા ભરતસિંહ સોઢા જયંતિ ભાઈ રૈયા અજીતભાઈ કારીયા ખીમજીભાઈ માળી ધર્મેન્દ્ર કચ્છી નવિન ભાઈ માળી મહેશ સુથાર દિનેશ સોલંકી વિપુલગીરી ગૌસ્વામી સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા 

તો રાપર સોની સમાજના યુવાનો એ પરંપરાગત રીતે ધુળેટી પર્વ મનાવી એકબીજાને કલર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા પીએસઆઇ આર. આર આમલીયાર સહિત ના પોલીસ કર્મચારીઓ એ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવ્યો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain