કાસ્પ સંસ્થા દ્વારા લાકડિયા માં મહિલા દિન નિમિતે બહેનો માટે નો કાર્યક્રમ રાખવામા આવ્યો

 કાસ્પ સંસ્થા દ્વારા લાકડિયા માં મહિલા દિન નિમિતે બહેનો માટે નો કાર્યક્રમ રાખવામા આવ્યો

આજ રોજ આંતરાષ્ટ્રીય મહિલાદિન નિમિતે કાસ્પ સંસ્થા દ્વારા લાકડિયાના મફતપરા અને લખમસરી વિસ્તારમાં મહિલા સશક્તિકરણ અને જાગૃતિ માટે નો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં જાણીતા એડવોકેટ મેરીબેન વાણિયાએ સાંપ્રત સમય માં મહિલા સ્વાવલંબન ને અનિવાર્ય ગણાવી મહિલાઓ જાગૃત બની વિકાસ પથ પર અગ્રેસર બને તે માટે આહ્વાન કર્યું હતું. 

કન્યા કેળવણી પર ભાર મુજબ સરકાર ની વિવિધ કલ્યાણકરી યોજનાઓ નો લાભ લઈ દરેક દીકરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે સરકારશ્રી તરફ થી મળતી વિવિધ યોજનાઓ વિષે માહિતી આપી હતી. મહિલાઓ સ્વ રક્ષણ ની તાલીમ મળે , 181 મહિલા હેલ્પ લાઇન , સ્વ રોજગાર ની વિવિધ સરકાર ની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. 

પ્રસંગે સંકલિત બાલ વિકાસ કાર્યક્રમ ના સુપર વાઈજર ભૂમિબેન , કાર્યકર વિધ્યાબેન રાઠોડ, નીતુબેન, ગીતાબેન ગોસ્વામી એ પણ ઉપસ્થિત બહેનો ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,  કાર્યક્રમ ના આયોજન માટે કાસ્પ સંસ્થા ના કાર્યકરો પ્રેમજીભાઇ પરમાર, દેવજીભાઇ કારુ, તથા સ્વયં સેવકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. એમ એક યાદીમાં ચેરપર્સન કાસ્પ ના ભરતસિંહ જાડેજા એ જણાવ્યું.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain