રાપર મા રામ નવમી ની ઉજવણી કરવામાં આવી

 રાપર મા રામ નવમી ની ઉજવણી કરવામાં આવી

રાપર આજે ચૈત્રી નોમ એટલે રામ નવમી નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાપર શહેર ના તમામ વેપારીઓ ઘંઘા રોજગાર બંધ રાખી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ ના જન્મોત્સવ મા સામેલ થયા હતા 

સવારે દશ વાગે દરીયાસ્થાન મંદિર ખાતે થી ભવ્ય બાઈક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જે ભવ્ય સંગીત સાથે ની જય શ્રી રામ ના નારા સાથે શોભાયાત્રા દરીયાસ્થાન મંદિર સોની બજાર માલી ચોક એસ.ટી સ્ટેશન રોડ દેના બેંક ચોક અયોધ્યાપુરી પ્રાગપર ચોકડી બજાર સમિતિ રોડ ત્રંબો રોડ રિલાયન્સ ચાર રસ્તા થઈ સલારી નાકા ભુતિયા કોઠા રોડ માંડવી ચોક થઈ દરીયાસ્થાન મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું 

બપોરે બાર વાગે રામ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી દરીયાસ્થાન મંદિર શંકરવાડી રામમંદિર ખાતે રામ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી તો સ્વામિનારાયણ મંદિર ખાતે ઘનશ્યામ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આજે યોજાયેલ રામ નવમી ના કાર્યક્રમ દરમિયાન એકલ મંદિર ના મહંત દેવનાથ બાપુ તથા રાપર શહેર ના હિન્દુ સંગઠનો તથા સનાતન ધર્મ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા 


તેમજ લોહાણા સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સોની સમાજ પાટીદાર સમાજ માળી સમાજ બ્રહ્મ સમાજ ગૌસ્વામી સમાજ રાજપૂત દરબાર સમાજ  લોહાણા યુવક મંડળ રામાનંદી સાધુ સમાજ સહિત ના લોકો ધંધા રોજગાર બંધ રાખી જોડાયા હતા વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેર જાણે રામમય બની ગયું હતું પ્રોબેશન ડીવાયએસપી પી. જે. રેણુકા પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા પીએસઆઇ આર આર આમલીયાર સહિત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કર્મચારીઓ ને બોડી વોરપ કેમેરા સાથે પોલીસ તંત્ર એ કામગીરી કરી હતી આમ આજે રાપર શહેરમાં રામ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain