સાંતલપુર તાલુકાની ઝઝામ પ્રાથમિક શાળા ખાતે બી એસ એફ ૧૯૪ બટાલિયન દ્વારા સિવિક એક્સન પ્રોગ્રામ યોજવામાં આવ્યો.

સાંતલપુર તાલુકાની ઝઝામ પ્રાથમિક શાળા ખાતે બી એસ એફ ૧૯૪   બટાલિયન દ્વારા સિવિક એક્સન પ્રોગ્રામ યોજવામાં આવ્યો.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે પ્રાથમિક શાળા ખાતે  ૧૯૪ બટાલિયન બી એસ એફ  સીમા સુરક્ષા દળ દ્વારા સિવિક એક્સન પ્રોગ્રામ યોજાયો જેમાં મુખ્ય મેહમાન તરીકે બી એસ એફ હેડક્વાર્ટર ગુજરાત ગાંધીનગર ના   રવિ ગાંધી આઈ જી બીએસએફ ઉપસ્થિત રહ્યા હતા તેમના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો અન્ય અધિકારીઓ ભુપેન્દ્રસિંહ DIG સેક્ટર હેડક્વાર્ટર ગાંધીનગર અને સિંધુજા પાંડા,CMO (S.G)194 બટાલિયન બી એસ એફ, અશોકકુમાર ઝા સેકન્ડ ઈન  કમાન્ડ અધિકારી કાર્યવાહક કમાનડેન્ટ ઓફિસર 194 બટાલિયન બીએસએફ

 સી બી રામ સેકન્ડ ઈન કમાન્ડ અધિકારી 194 બટાલિયન બીએસએફ  મહેશ કન્યાલ ડિપ્ટી કમાનડેન્ટ 194 બટાલિયન બીએસએફ અરુણકુમાર શર્મા ડિપ્ટી કમાનડેન્ટ સામાન્ય એફ જી બ્રાન્ચ દાંતીવાડા અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો શાળાના વિદ્યાર્થીઓ અને ગામના લોકો સાથે ચર્ચા વિચારણા સાથે સાથે સિવિક એક્સન પ્રોગ્રામ યોજાયો હતો આ પ્રસંગે વિવિધ શાળા ના બાળકો અને ઝઝામ, ફાંગલી, ડાલડી, બકુત્રા, કિલાણા મસાલી વગેરે ગામ ના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા 

બીએસએફના જવાનો અને ઝઝામ ગામના દ્વારા વોલીબોલ મૈત્રી રમત યોજવામાં આવી અને ઝઝામ, ધોકાવાડા, જાખોત્રા વગેરે શાળા ને bsf દ્વારા વોટરબેગ, સ્પોર્ટસ કીટ અને પાણીની ટાંકી બી એસ એફદ્વારા આપવામાં આવી. તેમજ ઝઝામ, ધોકાવાડા, ફાંગ્લીના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજુ થયાં હતા આ કાર્યક્રમની અંદર આવેલા બીએસએફ 194 બટાલિયનના અધિકારીઓનું ઝઝામ ગામ, ધોકાવાડા પ્રાથમિક શાળા સ્ટાફ  દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે સરહદ વિસ્તારના 8 સરપંચો ઉપષ્ટિત અને અન્ય સરપંચો, હોદ્દેદારો દ્વારા ભારતીય ફોજમાં ફરજ બજાવતા બીએસએફ 194 બટાલીયાના જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામ લોકો અને આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના શિક્ષકો અને આચાર્ય તરફથી ખૂબ મોટો સહકાર મળ્યો હતો.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain