સુરત માં કુખ્યાત રાહુલ ઘોદાની તેના જ મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા

 સુરત માં કુખ્યાત રાહુલ ઘોદાની તેના જ મિત્રએ ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા

સુરત શહેરનાં કમલ પાર્ક સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો હતો. વરાછા વિસ્તારનાં બન્ને કુખ્યાત મિત્રો જ બાખડી પડ્યા હોવાની ઘટના બની હતી. વરાછાનાં કુખ્યાત રાહુલ ઉર્ફે ઘોદાને તેના જ મિત્ર કલ્પેશે રહેંસી નાખ્યો હતો. આ ઘટનામાં કલ્પેશની પત્ની તેમજ રાહુલનો અન્ય એક સાગરીત ઇજાગ્રસ્ત થયો હતો.રાહુલ ઘોદાની તેના જ મિત્ર કલ્પેશે ચપ્પુનાં ઘા ઝીંકી હત્યા કરી મોડીરાત્રે સુરતના વરાછામાં કમલ પાર્ક સોસાયટી પાસે લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલ ઘોદાની તેના જ મિત્ર કલ્પેશે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. રાહુલ ઘોદા અને તેના મિત્રો કલ્પેશની હત્યાના ઈરાદે તેના ઘરે ગયા હતા, ત્યારે રાહુલ પાસેથી ચપ્પુ આંચકી તેની જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 

વરાછાની લેડી ડોન ભુરીની ગેંગના સાગરીત રાહુલ બાંભણીયા ઉર્ફે ઘોદાની મોડીરાત્રે ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં આરોપીની કલ્પેશની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.વરાછા કમલપાર્ક સોસાયટીમાં રહેતો કલ્પેશ અને રાહુલ 6 દિવસ પહેલા દમણ ગયા હતા. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં વરાછા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

એક અઠવાડિયા પહેલા રાહુલ અને કલ્પેશ વચ્ચે ઝઘડો થયો હતો. જેના સમાધાન માટે કલ્પેશે ઘરે બોલાવ્યા હતા. જેથી રાહુલ અને મિત્ર જીત અને જલદીપ સાથે કલ્પેશના ઘરે ગયા હતા. જ્યાં વાતચીત દરમિયાન કલ્પેશે આવેશમાં આવી જઈને રાહુલને ચપ્પુના ઘા માર્યા હતા. આ સાથે જ કલ્પેશને પણ માથામાં ચપ્પુનો ઘા માર્યો હતો. હાલમાં વરાછા પોલીસે હત્યારા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે - એડીટૅર - સુનિલ ગાંજાવાલા સુરત


0/Post a Comment/Comments

Stay Conneted

Domain