કચ્છ ગાધીધામ - ઠેરઠેર ઉભેલા અનધિકૃત હોર્ડીંગ્સ અંગે પ્રશાસનના આંખ આડા કાન
ગાંધીધામમાં હાલ વરસાદ અને પવનનું હવામાન લાગેલુ છે ત્યારે માત્ર એક પ્રકારના નાના મોટા બોર્ડ હટાવીને સંતોષ પ્રાપ્ત કરતી પાલિકા પર ખરેખર લોકોની દરકાર કરવા મોટા હોર્ડીંગ હટાવવા માંગ કરાઈ હતી. ગાંધીધામમાં થયેલી ફરિયાદના આધારે નોનવેજ વેંચાણનો પ્રચાર પ્રસાર કરતા ઠેર ઠેર લાગેલા હોર્ડીંગ ભાવનાઓ આહત થતી હોવાની અરજીના આધારે દુર કરાયા હતા.
શહેરમાં હજી પણ ઠેર ઠેર આ પ્રકારના હોર્ડીંગ લાગેલા છે ત્યારે તે તમામ પર કાર્યવાહી કરાય અને નિયમો વિરુદ્ધ જે હોર્ડીંગ પોતાની રીતે ઉભા કરાયેલા છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવ પામી છે. નોંધવુ રહ્યું કે શહેરમાં ખરેખર જેટલા અધીક્રુત હોર્ડીંગ્સ છે, તેના ઘણા બધા નિયમો વિરુદ્ધ ઉભા કરવામાં આવ્યા છે.
Post a Comment