ઘરમાં ઘઉં ભરવાના હોય તો ખાસ જાણવા જેવી માહિતી, આ માવઠું તમારું બજેટ ખોરવી લેશે

 ઘરમાં ઘઉં ભરવાના હોય તો ખાસ જાણવા જેવી માહિતી, આ માવઠું તમારું બજેટ ખોરવી લેશે


સમગ્ર રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની હાલત કફોડી થઈ છે. ખેડૂતોનો તૈયાર પાક નાશ પામ્યો છે. પરંતુ આ માવઠું ન માત્ર ખેડૂતો, પરંતુ લોકોને પણ રડાવશે. તેની અસર જલ્દી જ જોવા મળશે. આ માવઠું એ ટલુ નડશે કે આગામી સમયમાં તમારું બજેટ બગાડી દેશે. ઘઉં ભરવાનો સમય આવી ગયો છે, તો માવઠાની સૌથી મોટી અસર ત્યાં જોવા મળશે. તુવેર, એરંડા, કપાસ, તમાકું અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. તૈયાર થઈ ગયેલો પાકની ખેડૂતોએ લણણી કરી દીધી હતી. અને તે માર્કેટ સુધી પહોંચાડવાનો જ હતો ત્યાં વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. અન્નદાતાની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. તો ક્યાંક પાક તૈયાર થઈ ગયા બાદ તેની લણણી જ બાકી હતી અને માવડું પડતા પાક કોહવાઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તૈયાર કેરીને ઉતારવાનું જ બાકી હતું ત્યાં વરસાદને કારણે તે બગડી ગઈ છે. 

જેના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ જોઈ શકાય છે કે પાક નુકસાનીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. તો કેરીના પાકને નુકસાન જતાં હવે ખેડૂતોએ તો રડવાનો વારો આવ્યો જ છે. સાથે સાથે સામાન્ય લોકોને પણ કેરીનો સ્વાદ ખાટો લાગશે. કારણ કે વરસાદને કારણે કેરીનો ભાવ આસમાને પહોંચે તો નવાઈ નહીં. તો ઘઉંમાં કાળીડાઘી પડી જતાં ખેડૂતોને તેના ભાવ નહીં મળે. સાથે સાથે લોકોને પણ ઘઉં ખરીદવા મોંઘા પડી શકે છે. કુદરતના મારથી બેહાલ બનેલા ખેડૂતોએ સરકાર પાસે રાહતની માગ કરી છે.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain