ફરી એકવાર આદિપુર પોલીસ સ્ટેશનના સને-૨૦૨૧ ના ચીલઝડપના ગુનામાં નામદાર શ્રી સેશન્સ કોર્ટ, ગાંધીધામએ આરોપીને સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો જાહેર કર્યો

 ફરી એકવાર આદિપુર પોલીસ સ્ટેશનના સને-૨૦૨૧ ના ચીલઝડપના ગુનામાં નામદાર શ્રી સેશન્સ કોર્ટ, ગાંધીધામએ આરોપીને સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો જાહેર કર્યો

આદિપુર પોલીસ સ્ટેશન એ.પાર્ટ. ગુ.૨.નં.૩૮૬/૨૦૨૧ ઈ.પી.કો ક.૩૭૯(એ)(૩) મુજબનો ગુનો તા.૧૬/૦૬/૨૦૨૧ ના કલાક.૧૯/૩૦ વાગ્યે જાહે૨ થયેલ હતો, સદ૨ ગુનો પ્રથમ અનડીટેકટ હોઇ, આ ગુનાની તપાસ તત્કાલીન પો.સ.ઇ.શ્રી. એચ.એસ.તિવારી સાહેબનાઓ ચલાવી રહેલ હતા, તેઓએ સદ૨ ગુનો બાતમી આધારે શોધી કાઢી, આ ગુના કામે સંડોવાયેલ આરોપી શબ્બીર ઉર્ફે શબલો અકબર ચાવડા, રહે.કિડાણા, તા.ગાંધીધામવાળાને મુદામાલ સાથે પકડી પાડી, આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવાઓ આધારે નામદા૨ કોર્ટમાં ચાર્જશીટ કરેલ. સદર કેસ શ્રી એમ.જે.પારાશર સાહેબની નામદા૨ સેશન્સ કોર્ટ, ગાંધીધામ મધ્યે ચાલી જતા, કેસના અંતે આરોપી શબ્બીર ઉર્ફે શબલો અકબર ચાવડાને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ-૨૩૫(૨) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ- ૩૭૯(એ)(૩) મુજબના ગુનાના કામે તકસીરવાન ઠેરવી ૭ (સાત) વર્ષની સખત કેદની સજા તથા રૂ.૧૦,૦૦૦^/- (અંકે રૂપિયા દશ હજાર પુરા) નો દંડ, દંડ ન ભરે તો વધુ ૬ (છ) માસની સાદી કેદની સજા કરવાનો હુકમ તારીખ. ૧૬ માહે- માર્ચ સને. ૨૦૨૩ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી ધાક બેસાડતો ચુકાદો જાહેર કર્યો.

તપાસ કરનાર અધિકારીનું નામ:-શ્રીએચ.એસ.તિવારી, પોલીસ સબ ઈન્સ્પેટ૨

કોપી રાઇટરોના નામ:-  રાજુભાઈ નાગજીભાઇ મકવાણા, પો.હે.કો., આદિપુર , ભ૨તભાઇ દેવદાનભાઇ કાનગડ, પો.હે.કો., આદિપુર, સુનિલભાઈ નાગશીભાઇ દેવ૨ીયા, પો.કો., આદિપુર


0/Post a Comment/Comments

Stay Conneted

Domain