તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્રારા યોજાયું આશા સંમેલન શ્રેષ્ઠ કામગીરી કરનાર આશાઓ નું સન્માન કરાયું

તાલુકા આરોગ્ય કચેરી ભચાઉ દ્રારા યોજાયું આશા સંમેલન શ્રેષ્ઠ કામગીરી કરનાર આશાઓ નું સન્માન કરાયું

 


વર્ષ  ૨૨/૨૩ દરમ્યાન આરોગ્યની શ્રેષ્ઠ કામગીરી કરનાર ભચાઉ તાલુકા ની આશાઓ ને સન્માનવા માટે આજ રોજ તા ૨૧/૩/૨૩  ના ભચાઉ અંધ જન મંડળ હોલ ખાતે આશા સંમેલન યોજવામાં આવેલ. જેમાં તાલુકા ની તમામ આશાઓ , આશા ફેસિલિટેટર,  તથા આરોગ્ય સ્ટાફ હાજર રહેલ.        

આશા સંમેલન નું દિપ પ્રાગટ્ય કચ્છ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન શ્રી જનકસિંહ જાડેજા ,ગોપાલક વિકાસ ના માજી ચેરમેન અરજણભાઈ રબારી, ભાડા ના પૂર્વ ચેરમેન વિકાશભાઈ રાજગોર, ભા.જ.પા. તાલુકા પ્રમુખ વાઘજીભાઈ છાંગા, મંત્રી ગંભીર સીહ જાડેજા , શહેર ભા.જ.પા. પ્રમુખ  ઉમિયા શંકર જોષી, વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ પ્રમુખ શાસ્ત્રી  અવિનાશ ભાઈ જોષી, રોટરી કલબ ના પ્રમુખ વનરાજ સીહ જાડેજા , તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણસિંહ દ્રારા કરવામાં આવેલ.તાલુલુકા હેલ્થ ઓફીસર દ્રારા આશાઓ ને આરોગ્ય ની તમામ યોજનાઓ ની વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.

આ તબક્કે ગત વર્ષ ની શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રા.આ.કે વાઇજ આશાઓ નું સન્માન મહાનુભાવો  ના હસ્તે કરવામાં આવેલ.આશા ઓ દ્રારા આરોગ્ય ને લગતા ગીત અને નાટક રજૂ કરવામાં આવેલ.સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર દીપકભાઈ દરજી એ કરેલ. ચેતનાબેન જોષી, દિશા સુથાર , ઈશ્વર પ્રજાપતિ , કૌશિક સુતરિયા તથા  આરોગ્ય કર્મચારીઓ એ સંમેલન ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain