ડીસામાં દિન દહાડે લૂંટ સોના ચાંદીની દુકાનમાંથી દાગીના લઇ ફરાર

ડીસામાં દિન દહાડે લૂંટ સોના ચાંદીની દુકાનમાંથી દાગીના લઇ ફરાર

ડીસા શહેરમાં દિન દહાડે સોના ચાંદીની દુકાનમાંથી 1.50000 રૂપિયાના દાગીનાની લૂંટ થઇ હોવાની ઘટના સામે આવી છે ઘટનાના પગલે વેપારીએ પીછો કર્યો પરંતુ બાઈક પર આવેલા બે શખ્સો દોઢ લાખ રૂપિયાના દાગીના લઈ ફરાર થઈ હતા

ડીસાની સોનીબજારમાં સોની ગૌરીબેન આયદાનજી નામની સોના ચાંદીની દુકાન આવેલી છે જેમાં વેપારી બાબુભાઇ સોની બપોરના સમયે એકલા બેઠા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ દાગીના લેવા દુકાને આવ્યો હતો તે સમયે સોનાના દાગીનાની ડબી લઇ આ શખ્સ નાસવા લાગ્યો હતો અચાનક લૂંટ કરી ભાગતા શખ્સને જોઈ વેપારીએ બુમાબુમ કરતા આજુબાજુના વેપારીઓ દોડી આવી શખ્સનો પીછો કર્યો હતો પરંતુ અજાણ્યો શખ્સ બાઈક પાછળ બેસી ફરાર થઇ ગાયો હતો જે અંગે વેપારીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ કરી હતી અને અંદાજિત 1.50000 રૂપિયાની કિંમતના દાગીનાની લૂંટ આચરી ફરાર થનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે - અહેવાલ અજય સોલંકી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain