રાપર ના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી અને મોમાય માતાજી ના સાનિધ્યમાં ચૈત્રી આઠમ નિમિત્તે માનવ મહેરામણ ઊમટ્યું

 રાપર ના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી અને મોમાય માતાજી ના સાનિધ્યમાં ચૈત્રી આઠમ નિમિત્તે માનવ મહેરામણ ઊમટ્યું

રાપર હાલ ચાલી રહેલા પવિત્ર અને પાવન ચૈત્રી નવરાત્રિ નિમિત્તે વાગડ વિસ્તારના સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજી અને મોમાય માતાજી ના મંદિર ખાતે આજે દર્શન કરવા માટે માનવમહેરામણ ઊમટ્યું હતું રવેચી મંદિર ના મહંત ગંગાગીરીજી બાપુ ના સાંનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હવન મહાઆરતી મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા 

તો દર્શન કરવા માટે લોકો પગપાળા રાપર રવેચી ખડીર બાલાસર રામવાવ ભચાઉ ભુજ માંડવી મુન્દ્રા ચિત્રોડ આડેસર સહિત ના વિસ્તારોમાં થી આવ્યા હતા તો દર્શન કરવા માટે વાગડ વિસ્તારના મુંબઈ પુના બેંગ્લોર ઉતર ગુજરાત દક્ષિણ ગુજરાત સુરત વલસાડ રાપર થાણા ભચાઉ ગાંધીધામ અંજાર ભચાઉ સહિત ના વિવિધ વિસ્તારોમાં થી લોકો ઉમટયા હતા તો મોમાયમોરા ખાતે આવેલ મોમાય માતાજી ના મંદિર ખાતે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ના મહંત અને સેવકો ધ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી રવેચી મંદિર અને મોમાય માતાજી ના મંદિર ખાતે રાજકીય અને સામાજિક આગેવાનો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા






0/Post a Comment/Comments

Stay Conneted

Domain