માણાબા ગ્રામ પંચાયત બાલિકા પંચાયતની ચુંટણી ઉત્સાહ ભેર ઉજવાઇ

માણાબા ગ્રામ પંચાયત બાલિકા પંચાયતની ચુંટણી ઉત્સાહ ભેર ઉજવાઇ 

માણાબા પંચાયત એ જિલ્લાની આદર્શ પંચાયતોમાં ની એક પંચાયત છે. મજબૂત શાસન વ્યવસ્થામાં અગ્રેસર છે. ખુબ જ ઝડપથી વિકેન્દ્રિત શાસન તરફ આગળ વધી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની સરકારમાં કિશોરીઓ પણ ભાગીદાર અને સહભાગી બને તેમજ રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપે અને ગામના વિકાસમાં એમની દરેક જગ્યાએ કિશોરીઓ, મહિલાઓ, યુવાઓ, નાગરિકોની સામેલગીરી હોય તેવા ઉદ્દેશથી  માણાબા ગ્રામ પંચાયતના ઉત્સાહિત એક્ટીવ સરપંચશ્રી અકબરભાઇ રાઉમા તેમજ પંચાયતના સભ્યોની આગેવાનીમાં રાપર તાલુકાના માણાબા ગામે બાલિકા પંચાયત ચૂંટણી પૂર્ણ થઇ હતી. અને આ ચૂંટણીમાં કુલ સરપંચ પદ માટે કુલ ૩ ફોર્મ ભરાયા હતા. 

જેમા અક્ષાબેન સતારભાઇ રાઉમા, અનિષાબેન ઇકબાલભાઇ રાઉમા, જમીલાબેન રાઉમા એ ફોર્મ ભરતા ત્રીપાખીંયો જંગ થયો હતો જેથી ગામની અંદર બાલિકા પંચાયતની ચૂંટણી માટે બહુ જ જબરજસ્ત માહોલ જોવા મળ્યો હતો. સરપંચ પદ માટે તા.૨૦/૦૩/૨૦૨૩ ના રોજ બહાર પડેલ જાહેરનામા મુજબ છેલ્લી ૨૨/૦૩/૨૦૨૩ સુધીમાં કુલ ૩ ઉમેદવારો એ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી. અને કુલ ૫ દિવસ સુધી કિશોરી મતદારો સુધી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ અને દરેક મતદારો સુધી પહોંચ્યા હતા આ સમય ગાળા દરમ્યાન કોઈ પણ પ્રકારના લોભ, લાલચ, પ્રલોભન આપ્યા વિના પણ લોકશાહી પર્વે મા મતદાન કરાવવાની સમજણ ઉમેદવાર કિશોરીઓ એ ભારે મતદાન શાંતિ પૂર્ણ પ્રચાર પ્રસાર કરાવીને  સમજણ આપી હતી

તા.૨૭/૦૩/૨૦૨૩ના રોજ મતદાન હોવાથી ગામમાં અનેક પ્રકારનો અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સવારથી જ કિશોરીઓના ટોડે ટોટા મતદાન કરવા ઉમટી પડયા હતા. સાથે સાથે ગ્રામ જનોમા પણ વિશેષ ઉત્સાહ હતો. માણાબા બાલિકા પંચાયત ની ચુંટણીમાં  આજે કુલ મતદાન  ૧૯૬ માંથી  ૧૨૫ જેટલા મત પડ્યા હતા.  જેમા ૬૦ મત અક્ષાબેન સતારભાઇ રાઉમા, ૬૦ મત અનિષાબેન ઇકબાલભાઇ રાઉમા, ૪ મત જમીલાબેન રાઉમા માત્ર ૧ મત રદ થતા સરપંચ પદના ઉમેદવાર અક્ષાબેન સતારભાઇ રાઉમા, અનિષાબેન ઇકબાલભાઇ રાઉમા વચ્ચે ટાઇ( સરખા) મત પડતા બંને ઉમેદવારો ને કાર્યરત પંચાયત બોડી ના બાકી રહેલા સમયકાળ ના અડધા અડધા હિસ્સા માટે સરપંચ, ઉપ સરપંચના પદ માટે સરખા ભાગે વર્ષ ના સમયગાળા ની ચીઠી પાડતા સરપંચ પદે અનિષાબેન ઇકબાલભાઇ રાઉમા, ઉપ સરપંચ પદે અક્ષાબેન સતારભાઇ રાઉમા ની સર્વાનુમતે સમય દરમિયાન વરણી કરી સરપંચ ઉપ સરપંચ પદના પરિણામ જાહેર કરવામા આવેલ છે 

ચુંટણીમા ઉમેદવારી નોંધાવેલ ત્રણે કિશોરીઓ દિકરીઓને ગામના સરપંચ અકબરભાઇ રાઉમા એ શાલ ઓઢાડી સંન્માનીત કરી અભિનંદન પાઠવ્યા હતા. આયોજન અને સંકલન તેમજ વ્યવસ્થાઓ સેતુ અભિયાનના તરુણભાઇ પરમાર, લાલજી પરમાર, નીરવ સોલંકી તેમજ શાળાના આચાર્ય રમેશભાઇ ડામોર, શિક્ષક તુષારભાઇ પટેલ,આંગણવારી સંચાલક અરુણાબેન સાધુ, આશા વર્કર મંજુલાબેન ભરવાડ એ સંભાળી હતી. સમગ્ર ગામના નાગરિકો પણ પરિણામ જાણવા આનંદિત થઈ જોડાયા હતાં.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain