રાપર મા પ્રોબેશન ડીવાયએસપી નો સપાટો

 રાપર મા પ્રોબેશન ડીવાયએસપી નો સપાટો

રાપર હાલ મા રાજય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં તાલિમી નાયબ પોલીસ અધિક્ષક ની નિમણૂક કરવામાં આવી છે તે મુજબ રાપર પોલીસ મથક ખાતે તાલિમી નાયબ પોલીસ અધિક્ષક પી. જે. રેણુકા ની નિમણૂક કરવામાં આવી છે ત્યારે રાપર પોલીસ મથક હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાલિમી  નાયબ પોલીસ અધિક્ષક શ્રી રેણુકા એ પગલાં લેવા ની શરુઆત કરી છે 

જેમાં રાપર શહેર તથા આસપાસના વિસ્તારોમાં કાળા કાચ ધરાવતા ફોર વ્હીલર વાહનો તથા લાયસન્સ વગર અને કાગળો વગર ફરતા વાહન ચાલકો સામે પગલાં લેવાની શરૂઆત કરી છે જેમાં આજે રાપર શહેર મા ફુટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ દરમ્યાન પગલાં લીધા હતા જેમાં અગિયાર વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા તો સ્થળ પર રોકડ 13000/= દંગ ફટકાર્યા હતા અને ચાલીસ થી વધુ વાહનો  મા લાગેલી કાળા કાચ પરની બ્લેક ફિલ્મ કાઢી હતી તેમજ 45 એનસી કેસ કરવામાં આવ્યા હતા 

આજે યોજાયેલ ટ્રાફિક ઝુંબેશ દરમિયાન તાલિમી નાયબ પોલીસ અધિક્ષક પી. જે. રેણુકા પીએસઆઇ જી. બી માજીરાણા એએસઆઇ ધીરજભાઈ પરમાર ટ્રાફિક શાખાના મુકેશ સિંહ રાઠોડ સામજી આહિર તેજાભાઇ રબારી પ્રવિણ હડીયલ જોડાયા હતા આજે સાંજે રાપર શહેરમાં નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવતાં વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી ગયો હતો

0/Post a Comment/Comments

Stay Conneted

Domain