ભચાઉ નજીક મીઠાના કારખાનામાં તાળા તોડનાર ૪ સામે ફરિયાદ

 ભચાઉ નજીક મીઠાના કારખાનામાં તાળા તોડનાર ૪ સામે ફરિયાદ

ભચાઉ: અહીં મીઠાના કારખાનામાં ગેરકાયદે પ્રવેશ કરીને હિટાચી મશીન વડે ૪ જણાએ પાળા તોડી નાખ્યા હતા. રામવાડીમાં રહેતા અને સોમનાથ તથા સરસ્વતી સોલ્ટ ઈન્ડસ્ટ્રીના માલિક અરવિંદભાઈ નારણભાઈ આહિરે જણાવ્યું હતું કે, તેમના મેનેજર પૃથ્વીરાજસિંહ બટુકસિંહ ઝાલાએ તેમને જાણ કરી કે, નાની ચીરઈનો ખમીશા ઓસમાણ પરીટ અને તેની સાથે ત્રણ અજાણ્યા ઈસમો આવ્યા અને મીઠાના પાળા હિટાચી મશીનથી તોળી નાખ્યા હતા. તોડફોડ બંધ કરવાનું કહેતા મારી નાખવાની ધમકી આપતા પોલીસને જાણ કરાઈ હતી. જેથી પોલીસ આરોપીઓને ઉઠાવી ગઈ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain