પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ સહીતના અગત્યના દસ્તાવેજોની થેલી ખોવાતા, નેત્રમ શાખા, જૂનાગઢ દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૧ કલાકમાં શોધી આપેલ.

 પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ સહીતના અગત્યના દસ્તાવેજોની થેલી ખોવાતા, નેત્રમ શાખા, જૂનાગઢ દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૧ કલાકમાં શોધી આપેલ.

ડાયાલાલ વશરામભાઇ દેલવાડીયા, જૂનાગઢ એગ્રીકલ્ચર યુની.ના નીવૃત પ્રોફેસર રાયજીબાગ જૂનાગઢ ખાતે રહેતા હોય અને મધુરમ ગેઇટથી પોતાના ઘરે *પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ સહીતના અગત્યના દસ્તાવેજોની થેલી સાથે આવતા હતા, ઘરે પહોચ્યા બાદ તેમને માલુમ થયેલ કે *તેમની સાથે રાખેલી પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ સહીતના અગત્યના દસ્તાવેજોની થેલી ક્યાંક પડી ગયેલ છે જે દસ્તાવેજની થેલી ભવિષ્યમાં મળવી મુશ્કેલ હોય તેથી તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. જાનવીબેન પટોડીયા, શીલ્પાબેન કટારીયા એન્જીનીયર નીતલબેન મેતા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જે સ્થળેથી પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ સહીતના અગત્યના દસ્તાવેજોની થેલી ખોવાયેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરી ફ્ક્ત ૧ કલાકમાં પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ સહીતના અગત્યના દસ્તાવેજોની થેલી શોધી અને પરત આપેલ.

જૂનાગઢ નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ સહીતના અગત્યના દસ્તાવેજોની થેલી ફ્ક્ત ૧ કલાકમાં સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ડાયાલાલ દેલવાડીયાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ડાયાલાલ દેલવાડીયાની પ્રોપર્ટીના ઓરીજીનલ દસ્તાવેજ સહીતના અગત્યના દસ્તાવેજોની થેલી ફ્ક્ત ૧ કલાકમાં સહી સલામત પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain