ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વકચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા પો.સબ.ઇન્સ એન.પી.ગૌસ્વામી તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન જુગા૨ના ગુના કામે કામગીરીમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જુના ચોબા૨ી ગામે કરેલ જુગા૨ની રેઇડમાં પકડાયેલ જયરામ ૨ામજી કોલી ૨હે મનફરા તા.ભચાઉ વાળો ઈંગલીશ દારૂનો ધંધો કરે છે અને હાલે તેના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડેલ છે. જે બાતમી આધારે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે સદરહું જગ્યાએ જઈ ઝડતી તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો મળી આવતાં મુદ્દામાલ શોધી કાઢી ધો૨ણસ૨ કાર્યવાહી કરવામાં આવેલ છે.

મુદ્દામાલ: (૧)મેકડોવેલ્સ નં. ૦૧ ઓરીઝનલ કલેકશન વ્હીસ્કીની ૭૫૦ મી.લી ની બોટલો નંગ-૬૭ - કિ.રૂ.૨૫,૧૨૫/- કુલ કિ.રૂ: ૨૫,૧૨૫/-

પકડાયેલ આરોપી :- (૧) જયરામ ૨ામજી કોલી ઉ.વ ૩૫ રહે મનફરા તા.ભચાઉ

હાજર ન મળી આવેલ આરોપી :- (૧) ઘનશ્યામ રાણા કોલી રહે મનફરા તા.ભચાઉ (૨) તપાસમાં નીકળે તે

આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી.પટેલ તથા પો.સબ.ઈન્સ એન.પી.ગૌસ્વામી તથા ભચાઉ સર્વેલન્સ સ્ટાફ સાથે રહી કરવામાં આવેલ છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain