લ્યો બોલો ડબલ વયની મહિલાને યુવકે કહ્યું-હું તમને પ્રેમ કરું છું અને તેને ખુશ રાખીશ

લ્યો બોલો ડબલ વયની મહિલાને યુવકે કહ્યું-હું તમને પ્રેમ કરું છું અને તેને ખુશ રાખીશ

ઘોર કલયુગ હોવાનો અજીબ કિસ્સો પ્રકાસમાં આવ્યો છે જેમાં એલીસબ્રીજની મહિલા તેના જ દિકરાના મિત્ર સાથે પ્રેમ સબંધ રાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાએ અડધી ઉંમરના પુત્રના મિત્ર સાથે શરીર સબંધ રાખ્યા હતા. આમ પતિ સાથે ન ફાવતું હોવાથી મહિલાએ પ્રેમ સબંધ બાંધ્યો હતો. આ અંગે એલીસબ્રીજ પોલીસે ગુનો નોધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. વેપારી મહિલા સાથે લગ્ન ન કરતા યુવક સામે ફરિયાદ નોંધાઇ હતી.

શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં 43 વર્ષીય મહિલા તેના 21 વર્ષના દિકરા અને પતિ સાથે રહે છે. મહિલાનો પતિ વેપારી છે જ્યારે મહિલા પર વેપાર કરે છે. મહિલા અને તેના પતિ વચ્ચે સારા સબંધ ન હોવાના કારણે બંને વચ્ચે સામાન્ય વિવાદ ચાલી રહ્યા હતા. દરમિયાનમાં તેના ચારેક મહિના પહેલા વેપારની જગ્યા પર દિકરાના મિત્રએ અન્ય એક મિત્ર ઉઝેરની ઓળખાણ મહિલાને કરાવી હતી.

ઉજેર સાથે મહિલાએ મિત્રતા કરી હતી. દરમિયાનમાં મહિલા તેના વેપારના સ્થળે હાજર હોય ત્યારે વારંવાર તેના દિકરાનો મિત્ર ઉઝેર આવતો હતો અને મહિલા સાથે વાતો કરતો હતો. દરમિયાનમાં બંનેએ એક બીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. બંને અવાર નવાર ફોન પર મેસેજ થી અને કોલથી વાત કરવા લાગ્યા હતા.

આમ રાત્રે વેપારના સ્થળે મહિલા હાજર હોય ત્યારે ઉઝેર આવતો અને વાતો કરતો હતો. મહિલાએ તેને પોતાના પતિ સાથે ન બનતું હોવા અંગે વાતચીત કરી હતી અને અનેક તકલીફોની વાતચીત કરી હતી. દરમિયાનમાં વધુ વિગતો જાણી ઉઝેર વારંવાર મળતો અને મહિલાની તમામ તકલીફોમાં સાથ આપવા લાગ્યો હતો. જેથી મહિલાને પણ તે ગમવા લાગ્યો હતો.

દરમિયાનમાં ઉઝેરે મહિલાને જણાવ્યું કે, મને તમારાથી પ્રેમ થઇ ગયો છે અને હું લગ્ન કરવા માંગું છું. તમારી સાથે લગ્ન કરી તમને ખુશ રાખીશ તેમ કહેવા લાગ્યો હતો. દરમિયાનમાં મહિલા અને તેનો પતિ સારી રીતે સાથે રહેતા હોવાથી ઉઝેર સાથે પ્રેમ સબંધ રાખવા તૈયાર થઇ ગઇ હતી. ગત જાન્યુઆરી 2023ના પહેલા અઠવાડીયામાં ઉઝેરે મહિલાને પાલડી ચાર રસ્તા પાસે આવેલી ક્રિસ્ટલઇન હોટલમાં મળવા બોલાવી હતી.

જેથી પ્રેમમાં આંધળી મહિલા ત્યા પહોચી ગઇ હતી અને બંને વચ્ચે શારિરીક સબંધો બંધાયા હતા. લગ્ન પછી એક થઇ જવાની ઉઝેર વાતો કરતો હતો. આમ અવાર નવાર ઉઝેર ક્રિસ્ટલ ઇન હોટલમાં બોલાવતો અને દુષ્કર્મ આચરતો હતો. તેમજ અવાર નવાર મહિલાને ઘરે ઉઝેરે છીપાવાડમાં આવેલા તેના ઘરે બોલાવી પણ શરીર સબંધ બાંધ્યા હતા.

તમજ ટુંકટે ટુંકડે 55 હજાર ઓન લાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. દરમિયાનમાં છેલ્લા 10 દિવસ પહેલા દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મહિલાના પતિ અને દિકરાને ઉઝેર અને તેના વચ્ચેના પ્રેમ સબંધની જાણ થઇ ગઇ હતી. જેથી બંને સાથે ઝઘડો થયો હતો. જેથી મહિલા ઘર છોડી જતી રહી હતી.

આ બાબતે ઉઝેરને જાણ થતાં તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. અને તેણે બીજી છોકરી સાથે પ્રેમ સબંધ હોવાનું જણાવ્યું હતું. આ અંગે મહિલાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. મહિલાએ ફરિયાદ કરતા ઉઝેર અને તેના મિત્રએ ધમકી આપી હતી. એલીસબ્રીજ પોલીસે મહિલાનું મેડકલ ચેકઅપ કરાવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપી ઉઝેફની શોધખોળ હાથ ધરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain