પીએમ મિત્રા પાર્કની સ્કીમ ટેક્સટાઇલ ઉદ્યોગને તેજી તરફ દોરી જાય તેવી આશા

પીએમ મિત્રા પાર્કની સ્કીમ ટેક્સટાઇલ ઉદ્યોગને તેજી તરફ દોરી જાય તેવી આશા

પીએમ મિત્રા પાર્કની જાહેરાત હવે જમીની હકીકત બનવા તરફ આગળ વધી છે. કેન્દ્ર સરકારે સાત રાજ્યોમાં પીએમ મિત્રા પાર્કની જાહેરાત કરી છે, તેમાંનો એક પાર્ક સુરત નજીકના નવસારીના વાસી-બોરસી પાસે આકાર પામશે. ટેક્સટાઇલ ઉદ્યોગકારો આની આતુરતાપૂર્વક રાહ જોતાં હતાં.આજરોજ કેન્દ્ર સરકાર દ્વારા અતિ મહત્વની યોજનાઓ પૈકીની એક પીએમ મિત્રા પાર્ક યોજના હેઠળ ૭ રાજ્યોમાં પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ 7 રાજ્યોમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકાનો સમાવેશ થાય છે.

કેન્દ્ર સરકારની જાહેરાત મુજબ ગુજરાતમાં સુરત પાસે આવેલાં નવસારીના વાસી-બોરસી ખાતે એક પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્ક સ્થાપવામાં આવશે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું કે, પાર્ક સ્થપાયા બાદ સુરતનો કાપડ ઉદ્યોગ વાયુવેગે આગળ વધશે, જેનાથી સુરતની વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી થશે.ગત વર્ષે કેન્દ્રીય બજેટમાં પીએમ મિત્રા પાર્કની યોજના જાહેર કરાઇ હતી, ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે આ અંગે વારંવાર રજૂઆતો કરી હતી. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનો કાપડ ઉદ્યોગ પીએમ મિત્રા મેગા ટેક્ષ્ટાઇલ્સ પાર્કને મંજૂરીની જાહેરાતની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો ટેક્સટાઇલની તમામ એક્ટિવિટી એક જ સ્થળે થતાં લોજિસ્ટિક ખર્ચમાં પણ ઘટાડો આવશે પીએમ મિત્ર પાર્કમાં ટેક્સટાઇલ સંબંધી તમામ પ્રવૃત્તિ એક જ સ્થળે થતાં લોજિસ્ટિક ખર્ચમાં પણ ઘટાડો આવશે. પીએમ મિત્રા પાર્ક માટે ગુજરાત સહિત સાત રાજ્યોએ અરજી કરી હતી. 

એમાંથી ગુજરાતમાં માત્ર સુરતની એકમાત્ર અરજી હતી. ગુજરાત સરકારે પાર્ક માટે જગ્યાની ફાળવણી કરી દીધી છે, એમ ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું.વાસી-બોરસીમાં 1142 એકરની વિશાળ જગ્યામાં આ પાર્ક  ઉભો થશે આ પાર્ક શરૃ થતાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે 10 હજારથી વધુ રોજગારીની નવી તકો ઊભી થશે. આ પાર્કનો સૌથી મોટો ફાયદો એ થશે કે અલ્ટ્રા મોર્ડન મશીનરીને કારણે ટેક્સટાઇલનું ફેબ્રિકની નિકાસ વધશે. 1142 એકર પાર્કમાં કરોડોનું નવું રોકાણ આવતાં ટેક્સટાઇલ ઉદ્યોગની કાયાપલટ પણ આને કારણે થશે, એમ બી. એસ. અગ્રવાલ એ જણાવ્યું હતું - રિપોર્ટર - અભિષેક પાનવાલા સુરત


0/Post a Comment/Comments

Stay Conneted

Domain