માવઠાના કારણે થયેલા નુકસાન બાદ વાવના ધારાસભ્ય દ્વારા કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી

માવઠાના કારણે થયેલા નુકસાન બાદ વાવના ધારાસભ્ય દ્વારા કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કુર્ષિ મંત્રીને માવઠાના લીધે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા પત્ર લખ્યો છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એરંડા,ઘઉં, ઇસબગુલ અને જીરા જેવા પાકોમાં નુકસાન પહોંચ્યું છે. જેનો નુકસાનીનો સાચો સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવા રજુઆત કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદે કેટલાક વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું છે. જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પોતાના મત વિસ્તારમાં માવઠાના લીધે થયેલ નુકસાનનું વળતર ચુકવવા પત્ર લખ્યો છે. જેમાં વાવ, ભાભર, સુઈગામમાં બે દિવસ પહેલા વાવાઝોડા સાથે ત્રણ ઇંચ જેટલો કમોસમી વરસાદ કરા સાથે થયેલ જેના લીધે આ વિસ્તારના ખેડૂતો એરંડા, ઘઉં, ઇસબગુલ, જીરુ જેવા પાકોને મોટું નુકસાન પહોંચ્યું હતું, જે નુકસાનનો સાચો સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા ગેનીબેન ઠાકોરે પત્ર લખી રજૂઆત કરી છે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain