મોરબીમા હઝરત પીર હાજી અબ્દુલ રજાકબાવાનો ઉર્ષ મુબારકમા વિશાળ ઝુલુસ કાઢી ધામધુમથી ઉજવણી કરાઈ હતી

મોરબીમા હઝરત પીર હાજી અબ્દુલ રજાકબાવાનો ઉર્ષ મુબારકમા વિશાળ ઝુલુસ કાઢી ધામધુમથી ઉજવણી કરાઈ હતી

મોરબી- તા ૧૬ માર્ચ ૨૦૨૩ - ઉર્ષ મુબારકની ખુશીમા કુર્આનખાની ન્યાઝ શરીફ વાયેઝ શરીફ સહિત ઝુલુઝ કાઢી સંદલ ચાદરપોશી કાર્યક્રમ રાખી ખુશી મનાવી હતી


મોરબીમા આવેલ સુફી સંત હઝરત સૈયદ પીરે તરીકત હાજી અબ્દુલ રજાકમીંયા મોહંમદમીંયા બુખારીના ઉર્ષ મુબારકની ખુશીમા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાંચીવાડ થી દરગાહ શરીફ સુધી ચાદર અને સંદલ ચઢાવવા વિશાળ ઝુલુસ કાઢવામા આવ્યુ હતુ તેમજ સવારે કુર્આનખાની અને સાંજે આમ ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ આ ઉર્ષ મુબારકના ખુશીના મોકાપર મોરબી ધાંચીવાડમા સાંજે ઈશાની નમાઝ પછી વાયેઝશરીફ અને નાતશરીફનો ભવ્ય કાર્યક્રમ રાખવામા આવ્યો હતો


 જેમા શેરે ગુજરાત સૈયદ કમર કુત્બી સિરાઝીએ વાયેઝ શરીફ બયાન કર્યુ હતુ તેમજ નાતખ્વા કારી સૈયદ આફતાબ બાપુએ નાતશરીફની ધુમ મચાવી હતી આ ઉર્ષ મુબારકના ખુશીના કાર્યક્રમમા ફારુકી મસ્જીદના પેશઈમામ સૈયદ આરીફમીંયા બાપુ બુખારી સૈયદ અસ્લમમીંયા બાપુ સૈયદ હનીફમીંયા બુખારી- સૈયદ પરવેઝબાપુ બુખારી અને જનાબ શબ્બીર ચિશ્તી સહિત બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરોએ હાજરી આપી ઉર્ષ મુબારકની ખુશી મનાવી હતી - રિપોર્ટ- રજાક બુખારી 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain