મોરબીમા એડવોકેટ પર હુમલો કરનાર મહિલા આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી સાંજે કોર્ટમા રજુ કરાશે

 મોરબીમા એડવોકેટ પર હુમલો કરનાર મહિલા આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી સાંજે કોર્ટમા રજુ કરાશે


મોરબી- તા ૭ માર્ચ ૨૦૨૩ - વારંવાર ઝગડા કરવા ટેવાયેલી મહિલા આરોપી રેશમાબાનુ પર તાજેતરમા બી.ડીવીઝન તાલુકા પોલીસ મથકે ત્રણ વખત અટકાયતી પગલા તેમજ બે વખત ધારાસભ્યશ્રી અને જીલ્લા પોલીસવડા સમક્ષ લૈખિત રજુઆત થઈ છે


 ત્યારે ફરીથી લખણ ઝાટકયા હતા અને મંગલભુવનચોક પાસે આવેલ બોમ્બે મોબાઇલની દુકાનમા એડવોકેટ રજાકમીંયા અબ્બાસમીંયા બુખારી ( રજાક બુખારી) કામથી ગયેલા હતો ત્યારે સાંજના સમયે  રેશમાબાનુ વા/ઓ ગીરીશભાઈ વીડજા રહે.ઉમાવીલેજ સોસાયટી મહેન્દ્રનગર મોરબી વાળી તથા તેના પાડોશમાં રહેતા કાનાભાઇની રીક્ષામા બેસીને આવેલ અને આ રેશમાબાનુ વીડજાએ હું દુકાનમા ઉભો હોય ત્યાં આવીને આરોપી મહીલા એકવોકેટને કહેવા લાગેલ કે, તુ મારી ગામમાં શું ખોટી વાતો કરે છે તેમ કહી મને ભુંડી ગાળો આપવા લાગેલ જેથી મે ગાળો આપવાની ના પાડતા આ રેશ્માબાનુ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને એકવોકેટ રજાક બુખારી સાથે ઝપાઝપી કરી મારા પીઠમા તેના હાથથી પંજો મારી નખો વડે ઇજા કરેલ અને બન્ને હાથથી ઝપાઝપી કરી મારવા લાગેલ આ દરમીયાન ત્યાં બાજુમા હાજર બોમ્બે મોબાઈલ દુકાન ચલાવતા રફીકભાઇ એજમેરી તથા મેહબુબભાઇ સુમરા બંને આવી જતા વચ્ચે પડેલ અને વકીલને છોડાવ્યા હતા ત્યારે આરોપી રેશ્માબાનુ એકવોકેટને ધમકી આપી કહેવા લાગેલ કે, આજે તો તું બચી ગયો છો ફરી વાર મળીશ તો તને જાનથી મારી નાંખીશ તેમ કહેવા લાગેલ અને તારે જેવો કેશ કરવો હોય તે કરજે હુ પોલીસથી ડરતી નથી તેવુ કહયા બાદમાં આજુબાજુ મા માણસો આવી જતા આ મહિલા આરોપી ત્યાંથી રીક્ષામા બેસી જતા રહયા હતા આ તમામ ધટના સી.સી.ટીવી કેમેરામા કેદ થય ગઈ હતી


આ બનાવ બનવાનું કારણ એ છે કે, આ રેશ્માબેન વા/ઓ ગીરીશભાઈ વીડજ રહે.ઉમાવીલેજ સોસાયટી મહેન્દ્રનગર મોરબી વાળીએ અગાઉ એડવોકેટ વિરુરધ્ધ ફરીયાદ કરી લખણ ઝાટકયા બાદ રજાક બુખારીનો જામીન ઉપર છુટકારો થઈ જતા આ રેશ્માબાનુને સારુ નહી લાગતા આરોપી રેશ્માબાનુએ એડવોકેટ સાથે ઉગ્ર બોલાચાલી કરી ભુંડી ગાળો આપી ઝપાઝપી કરી પીઠમા હાથથી પંજો મારી નખો વડે ઇજા ફરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી એકવોકેટે મોરબી એ ડીવીઝનમા ફરીયાદ નોંધાવી હતી


આ બનાવ બનતા મોરબી બાર એશોસિયનના વકીલ મંડળે બનાવને સખ્ત શબ્દોમા વખોડી કાઢીને મહિલા આરોપી તરફે મોરબી વકિલ મંડળના કોઈ વકીલે નહી રહેવાનો ઠરાવ કરી અનુરોધ કર્યો હતો તેમજ નોટરી એડવોકેટ એસોશિયના પ્રમુખશ્રી ભાવેશભાઈ ફુલતરીયા ઉપપ્રમુખશ્રી કમલાબેન મુછડીયા બી.કે ભટ્ટ લખુભાઈ ચાવડા સહિતના એ ઠરાવ કરી કાનુની કાર્યવાહીમા સહકાર આપવા ઠરાવ કરી વિરોધ્ધ દર્શાવ્યો હતો આ બનાવ અંગે ફરીયાદી એડવોકેટ દ્રારા મહિલા આરોપી વિરુધ્ધ ઉચ્ચકક્ષાએ લૈખિત રજુઆત કરશે તેવુ વકીલે જણાવ્યુ હતુ રિપોર્ટ- મહેશ રાજગોર

0/Post a Comment/Comments

Stay Conneted

Domain