રાજ્ય પોલીસ માટે દિશા સૂચક, પોલીસ મથકો થઈ રહ્યા છે સૌર ઉર્જા થકી સંચાલિત

 રાજ્ય પોલીસ માટે દિશા સૂચક, પોલીસ મથકો થઈ રહ્યા છે સૌર ઉર્જા થકી સંચાલિત


સોલાર ઉર્જા થકી ગુજરાતમાં નીત નવા આયામો સિદ્ધ થઈ રહ્યા છે, ત્યારે સાબરકાંઠા પોલીસ પ્રશાસન વિભાગ દ્વારા પણ આ મામલે સરાહનીય કામગીરી કરાઈ છે. જે અંતર્ગત જિલ્લાના મોટાભાગના પોલીસ મથકો હવે સૌર ઉર્જા થકી સંચાલિત થઈ રહ્યા છે. જે સમગ્ર રાજ્ય માટે દિશા સૂચક બની રહ્યું છે.


પોલીસ પ્રશાસન વિભાગ દ્વારા 2021માં તત્કાલીન જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા ચૈતન્ય માંડલિક દ્વારા સોલાર રૂફટોપ અંતર્ગત જિલ્લાના તમામ પોલીસ મથકોને આવરી લેવાયા હતા. જેના પગલે આજે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના પોલીસ મથકો હવે સૌર ઉર્જા વાપરી રહ્યા છે. દિનપ્રતિદિન વધતા જતા UGVCL વિભાગના લાઈટ બિલ હવે માઈનસ થઈ રહ્યા છે. સાથોસાથ તેના ચુકવણામાં પણ ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. જેના પગલે પોલીસ સ્ટેશનનો આર્થિક ખર્ચમાં પણ ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે.


સરકારી કચેરીઓ માટે મહત્વપૂર્ણ: જોકે આગામી સમયમાં વીજ બીલ વધતા જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય અન્ય સરકારી કચેરીઓ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે. સામાન્ય રીતે વહીવટી તંત્ર દ્વારા આર્થિક ખર્ચ બચાવવાની સાથોસાથ હાલના તબક્કે દરેક પોલીસ મથકના વીજ બિલમાં યુનિટનો વધારો થઈ રહ્યો છે. જે થકી દરેક પોલીસ મથક હવે આર્થિક રીતે સદ્ધર બનશે તે નક્કી છે.


0/Post a Comment/Comments

Stay Conneted

Domain