રાપર ખાતે દરીયાલાલ જયંતિ અને રામનવમી ની ઉજવણી કરવામાં આવશે

રાપર ખાતે દરીયાલાલ જયંતિ અને રામનવમી ની ઉજવણી કરવામાં આવશે


રાપર આગામી દિવસોમાં આવનાર ચૈત્રી સુદ  બીજ એટલે દરીયાઇ દાદા  દરીયાલાલ ની જન્મજયંતિ નિમિત્તે રાપર ખાતે દરીયાસ્થાન મંદિર તથા લોહાણા મહાજન વાડી ખાતે રાપર શહેર તથા તાલુકા મા વસવાટ કરતા લોહાણા સમાજ દ્વારા દરીયાલાલ જયંતિ ની ઉજવણી તા. 23/3/2023 ના ઉજવણી કરવામાં આવશે તો તા. 30/3/2023 ના રોજ સનાતન ધર્મ ના ઈસ્ટ દેવ એટલે ભગવાન શ્રી રામ ચંદ્રજી ના જન્મદિવસ એટલે રામનવમી નિમિત્તે રાપર શહેર ભવ્ય ઉજવણી કરવામાં આવશે 

જેમાં સવારે દશ વાગ્યે ભવ્ય બાઈક રેલી સાંજે ભવ્ય શોભાયાત્રા તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે તો સાથો સાથ ભગવાન સ્વામિનારાયણ ભગવાન નો જન્મ દિવસ પણ ઉજવવામાં આવશે આ માટે રાપર લોહાણા સમાજ વિશ્વ હિન્દુ પરિષદ સમસ્ત હિન્દુ સનાતન સમાજ બજરંગ દળ લોહાણા યુવક મંડળ લોહાણા મહિલા મંડળ સ્વામિનારાયણ સત્સંગ મંડળ હિન્દુ વાહિની સહિત ના જુદા જુદા સંગઠન દ્વારા રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ નિમિત્તે તા. 30/3/2023 ના ઉજવણી કરવામાં આવશે

0/Post a Comment/Comments

Stay Conneted

Domain