ઘુડખર અભ્યારણમાં અનધિકૃત પ્રવેશ કરનાર પર વન વિભાગનો સપાટો

 ઘુડખર અભ્યારણમાં અનધિકૃત પ્રવેશ કરનાર પર વન વિભાગનો સપાટો

કચ્છના નાના રણમાં વસરાજ દાદા તરફ જતા માર્ગ પર આવેલા રક્ષિત ઘુડખર અભ્યારણ વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ કરનાર વાહનો પર વન વિભાગની ટીમે સપાટો બોલાવ્યો હતો. અભ્યારણમાં સંભવિત ખનીજ હેરાફેરી માટે અનધિકૃત પ્રવેશેલા ૬ વાહનો સહિત ૬૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગેની વિગતો મુજબ ગઈકાલે સાંજે ઘુડખર અભ્યારણમાં ૩ હિટાચી, ૨ ટેન્કર અને ૧ ટ્રેકટર વાહન અનધિકૃત પ્રવેશ કરતા ઝડપાઈ ગયા હતા. પૃથ્વીરાજ રાજુભા ઝાલા (માલવણ, તા. ધાંગ્રધા), સુમિત શામજી મરંડ (કિડાણા, તા. ગાંધીધામ), સાહિલ ગગુભાઈ જરૂ (કિડાણા, તા. ગાંધીધામ), મુકેશ નરશીભાઈ ઘાટલીયા (નવાગામ, તા. પાટડી), રહીમભાઈ મુવર (નિમકનગર, તા. ધાંગ્રધા), કાજડીયા મહેબુબ મુસા (ખારાગોડા, તા. દસાડા)ને અનધિકૃત પ્રવેશ કરવાના ગુનામાં અટકાવવામાં આવ્યા હતા. તેવું પરિક્ષેત્ર વનઅધિકારી (વન્યપ્રાણી રેન્જ-ધાંગ્રધા)ના જીએફએસ ચેતન બી. ગોસ્વામીએ જણાવ્યું હતું.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain