ગઢ પોલીસે અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલા મોબાઈલ સાથે ગેંગને ઝડપી પાડી, 40 મોબાઈલ જપ્ત કર્યા

ગઢ પોલીસે અલગ-અલગ જગ્યાએથી ચોરી કરેલા મોબાઈલ સાથે ગેંગને ઝડપી પાડી, 40 મોબાઈલ જપ્ત કર્યા

પાલનપુરની ગઢ પોલીસે એન્ડ્રોઇડ મોબાઈલ ફોનની ચોરી કરતી ગેંગની ઝડપી પાડી છે આ ગેંગ પાસેથી 40 જેટલાં મોબાઈલ ગઢ પોલીસ દ્રારા કબ્જે કરવામાં આવ્યા છે આ ગેંગ રાત્રિ સમયે રોડ પર હોટલ ધાબા તેમજ પાર્લર તેમજ પાર્ક કરાયેલા વાહનોમાંથી 38 જગ્યા પરથી મોબાઈલ ચોરીકરી હોવાનું બહાર આવ્યું છે

પાલનપુર ગઢ પોલીસ મથકે 18 માર્ચના રોજ મોબાઈલ ચોરીનો ગુનો દાખલ થયો હતો જેમાં ગઢ પોલીસ સ્ટેશના PSI. S.B રાજગોરે પોલીસ ટીમ બનાવી આ ગુનાની તપાસ ચલાવવામાં આવી રહી હતી અને પોલીસ દ્રારા આ મોબાઈલ ચોરીના ગુનાના સીસીટીવી ફૂટેજ મેળવી અને ટેક્નિકલ સર્વેલર્ષની મદદથી આ મોબાઈલ ચોરી ગુનામાં વપરાયેલ મારુતિ ઇકો ગાડી નંબર GJ-08-AP-8660 મળેલ આવી હતી જે અંગે બાતમી હકીકત મેળવી ચંડીસર જી.આઈ.ડી.સી. આગળ ગાડીની તપાસમાં હતા. ત્યારે પોલીસે ગાડી સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. 1 વિપુલભાઈ મંગાભાઈ રાવળ ધંધો ડ્રાંઇવિંગ રહે.ચંદ્રલોક સોસાયટી શારદા સાડી શોરૂમની પાછળ ડીસા, 2 દશરથભાઈ કલ્યાણભાઈ ચૌહાણ ગાદલીયા લવાર રહે.સુભાષચોક રિસાલાબજાર ચૌધરી પેટ્રોલપંપની બાજુમાં ડીસા 3 રણજીત ઉર્ફે ભાણો અમરતભાઈ ઠક્કર રહે.મુળ નવી ભીલડી માર્કેટની સામે એસ.એમ.ઠક્કરની ચાલી ડીસા હાલ રહે.ગવરી સદન સોસાયટી જુના ભોયણ ડીસા 4 અસગરઅલી ઉર્ફે અલી બિલાલભાઈ અહેમદભાઈ પવાર મહંમદપુરા ગવાડી ડીસા. તમામ આરોપીને ઝડપી લીધા હતા 

આરોપીઓ પાસેથી ગુનાના કામે ચોરાયેલ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન 2 તેમજ આ સિવાય દાંતા રતનપુર ચોક્ડી , મુડેઠા , ભીલડી , થરાદ , ચડોતર , સિધ્ધપુર , હારીજ , હિમતનગર , રાધનપુર , બાડમેર , ધોરીમન્ના ,સાંચોર,મંડાર તેમજ બીજી અલગ અલગ જગ્યાએથી રાત્રીના સમયે રોડ ઉપર આવેલ હોટલ,ધાબા,પાર્લર તેમજ પાર્ક કરેલ વાહનોમાંથી ચોરી કરેલ મોબાઈલ 38 ગુનામાં વપરાયેલ ઈક્કો ગાડી નંબર GJ-08 AP- 8660 સહીત કુલ 7 લાખ 23 હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે - અહેવાલ- અજય સોલંકી-ડીસા








0/Post a Comment/Comments

Stay Conneted

Domain