આજે વિશ્વ જળ દિવસ: એક સમયે 30 કૂવા હતા: આજે 30 જ

આજે વિશ્વ જળ દિવસ: એક સમયે 30 કૂવા હતા: આજે 30 જ

પાણી અંગેની સ્વાયતતા એટલે સ્થાનિક પરંપરાગત સ્ત્રોતો ઉભા કરવા અને તેની જાળવણી કરવી. ભુજની વાત કરીએ તો પાંચ સદીના ઇતિહાસમાં ચાર સદી સુધી રાજાશાહી હતી. આ દરમિયાન અદ્યતન ટેકનોલોજી નહોતી, પરંતુ કચ્છની વરસાદના સ્વરૂપને અનુરૂપ સ્થાનિક સ્ત્રોતો ઊભા કરવાની નિપુણતા હતી. ભુજમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ એક સમયે સાડા ત્રણ સોથી વધુ કૂવા હતા જેમાંથી મોટાભાગના હમીરસરની આસપાસ બનાવવામાં આવ્યા હતા. જોકે, શહેર પણ તળાવની પૂર્વ-ઉત્તર દિશાની વચ્ચે વસેલું હોવાથી આ વિસ્તારમાં ઘેર ઘેર કૂવા જોવા મળતા. હમીરસરમાં પાણી ભરાય એટલે તેની ભૂગર્ભ સંરચના મુજબ આસપાસના દરેક કુવાનું સ્તર ઊંચું આવે. નગરપાલિકા તરફથી પાણીના નળ દરેક ઘરમાં આવતા થયા તેમ કૂવાનું પુરાણ થવા માંડ્યું અને આજે માત્ર 30 થી 35 જીવંત કૂવા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તળાવની આસપાસ બોર ની સંખ્યા પણ ઘણી છે જેમાંથી કાઢવામાં આવતું પાણી વેચાણ અર્થે વપરાય છે. ભુજમાં ભૂગર્ભજળ અને જળ વ્યવસ્થાપન માટે કામ કરતી સંસ્થા એરીડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીના યોગેશ જાડેજાએ જણાવ્યું હતું કે 2009માં અને 2017 દરમિયાન ભુજમાં કરવામાં આવેલા સર્વે મુજબ શહેરમાં બંને તળાવ આસપાસ જ કુલ 437 કુવા અને બોરવેલ હતા. જે 90% મૃતપાય હતા. કુવામાંથી પાણી મેળવવું જે તે સમયે ફરજિયાત હતું.

પરંતુ આજે તેને ફરીથી રિચાર્જ કરવામાં આવે તો નર્મદાના પાણીમાં ક્યારે પણ વિક્ષેપ પડે અથવા તો વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય ત્યારે આ પાણી ઉપયોગમાં લઈ શકાય એટલું જ નહીં તેને અંડર ગ્રાઉન્ડ વોટર સોર્સ તરીકે સંગ્રહી અને જરૂર પડ્યે સબ મર્શીબલ દ્વારા ખેંચીને પણ નિયમિત ઉપયોગ કરી શકાય.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain