વિશ્વ મહિલા દિન વિશેષ 2023 ખાસ લેખ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પેઢામલી ગામની મહિલા દૂધ મંડળી આત્મ નિર્ભરતા નું પ્રતીક.

વિશ્વ મહિલા દિન વિશેષ 2023 ખાસ લેખ  મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પેઢામલી ગામની મહિલા દૂધ મંડળી આત્મ નિર્ભરતા નું પ્રતીક.


મહેસાણા જિલ્લા મા... મહિલા સંચાલિત પેઢામલી મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી સૌ માટે પ્રેરણા રૂપ -સાંસદ શ્રી શારદાબેન પટેલ..... સમાજ નિર્માણ સ્ત્રીના હાથમાં છે બસ એમને અવસર અને અનુકૂળતાઓ આપો-સ્નેહલબેન ઠાકર.... ૭મી માર્ચ ૨૦૨૩ મહેસાણા.


મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું આશરે ૧૦૦૦ઉપરાંત વસ્તી ધરાવતું પેઢામલી ગામ પશુપાલક ,મહિલાઓના પુરુષાર્થ અને પ્રયત્નથી આત્મ નિર્ભરતાનું જીવંત ઉદાહરણ બન્યું છે. ગામના અંબાજીના મંદિરની ઓસરીમાં દૈનિક ૭૦ લીટર દૂધથી લઈ આજે ૪૦૦ લિટર દૂધનું વ્યવસાય કરતી માત્ર મહિલાઓ સંચાલિત શ્રી પેઢામલી મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ મહિલા સશક્તિકરણની મિશાલ તરીકે જીવંત બનેલ છે . વાત કરીએ માત્ર બે મહિલા સંચાલિત મહેસાણા જિલ્લાની આ મહિલા દૂધ મંડળીની  તો ...વર્ષ ૨૦૧૧સુધી પેઢામલી ગામના પશુપાલકોને પાસેના પાંચ કિલોમીટર દૂર માડી ગામમાં દૂધ મંડળીમાં દૂધ ભરવા જવું પડતું હતું. ૧૭ વર્ષ સુધી સવાર સાંજ દૂધ ભરવાના સંઘર્ષ વચ્ચે વિદ્યાપીઠના સેવાભાવી સજ્જન  જલ્દીપ ભાઈ ઠાકર અને તેમના ધર્મપત્ની સ્નેહલબેન ઠાકર ગ્રામશિલ્પી બની રૂપિયા એકના ટોકન ભાડેથી મંડળીના મકાન માટે જમીન ભાડે લીધી હતી


સરકારશ્રી ના "ચલો તાલુકે" કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિકાસમાં સર્વે બાદ ગ્રામસભામાં ડેરીની જરૂરિયાતને સ્વીકારાઈ અને મહિલા સહકારી દૂધ મંડળીનો પ્રસ્તાવ સમગ્ર ગામ દ્વારા સ્વીકારાયો અને મંડળીનું  સમગ્ર સંચાલન પ્રમુખથી લઈ સભ્ય તેમજ કર્મચારી એટલે કે મંડળીના મંત્રી પણ મહિલા બનશે એમ નક્કી થયું અને ૨૧/૧૨/૨૦૧૧ના રોજ ગામના અંબાજી મંદિરની અસારીમાં દૂધ મંડળી શરૂ થઈ. પ્રથમ પ્રમુખ કાંતાબેન રબારી, મંત્રી સ્નેહલબેનઠાકર અને ટેસ્ટર શ્રી જયાબેન ચૌહાણ નક્કી થયા .દૂધ સાગર ડેરી મહેસાણામાંથી પ્રથમ દસ દિવસની દૂધની આવક રૂપિયા ૫૦ હજાર થઈ અને ખોબા જેવડા ગામને જોમ આવ્યું .ધરવાડિયાનું ખેતી કામ, ગામ કિનારાની સાબરમતી નદીમાંથી માટી ઉપાડવાનું કામ કરનાર મોભીઓ પશુપાલન તરફ વળ્યા. આજે ૪૫ ઉપરાંત પરિવારો આ મંડળી દ્વારા જીવન નિર્વાહ કરી રહ્યા છે


"દૂધ યોજના "અન્વયે મંડળીને રાજ્ય સરકાર તરફથી મકાન બનાવવા રૂપિયા પાંચ લાખ અને on gc એ રૂપિયા ચાર લાખની સહાય કરતા વર્ષ૨૦૧૫માં મંડળીને પોતાનું મકાન મળ્યું. વર્ષ ૨૦૧૬-૧૭ માં સરકારશ્રીની ૮૦ ટકા સબસિડી થી બલ્ક કુલર ,કોમ્પ્યુટર, ફેટ મશીન, વજન કાંટો વગેરે ખરીદાયા અને બાકીની ૨૦% સહાય દૂધ સાગર ડેરી દ્વારા ચૂકવવામાં આવી.


 આજે દૈનિક ૪૦૦લીટર દૂધનું વ્યવસાય કરતી મહિલા સંચાલિત દૂધ મંડળીને ગામની દીકરી જયાબેન ચૌહાણ મંત્રી તરીકે અને ચંદ્રિકાબેન રાવળ ટેસ્ટર તરીકે પોતાના બાળકને સાથે રાખી ટેન્કરમાં દૂધનો ટોટો ભરવાનું કામ, મંડળી કે બલ્ક કુલરની સફાઈ ,કોમ્પ્યુટર કે દૂધ ટેસ્ટિંગ બધું જ કામ બંને બહેનો કરી રહી છે. જયાબેન કહે છે તેમ ,"જ્યારે દૂધસાગર ડેરીને નફો થયો ત્યારે મંડળી એ પણ સ્થાનિક સભ્યોને રૂપિયા ચાર લાખ વેચ્યા હતા. આ મંડળીમાં સૌ માટે ખુલ્લુ અને સ્વતંત્ર સભ્યપદ છે. જનશ્રી સામાન્ય વીમો ઉતારી સભાસદોને મૃત્યુ સહાય સહાય ચૂકવાય છે. સભાસદોના ધોરણ ૧૦-૧૨માં અભ્યાસ કરતા બાળકોને વાર્ષિક શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે  પ્રથમ વર્ષે ગ્રામ લોકોને કામ શીખવવા મંત્રી બનેલા સ્નેહલબેન ઠાકર પણ પરિવાર સાથે ગ્રામજન બની દૂધ મંડળીને સતત માર્ગદર્શન પૂરું પાડે છે હમણાં જ મહેસાણાના સાંસદ શ્રી શારદાબેન પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી નિમિત્તે વિવિધ ક્ષેત્રોની મહિલાઓને પ્રમાણપત્ર ,શાલ અને રૂ. ૧૧હજાર ની રાશિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પેઢામલી દૂધ ઉત્પાદક મંડળી માટે જયાબેન ચૌહાણ ને પણ પુરસ્કૃત કરાયા હતા. ત્યારે સાંસદ શ્રી એ ગ્રામ અને ગ્રામ્ય મહિલાના આ સાહસને, ખંતને પ્રેરણા રૂપ ગણાવી બિરદાવ્યા  હતા. ......સ્નેહલબેન ઠાકર જણાવે છે એમ ,"સમાજ નિર્માણ સ્ત્રીના હાથમાં છે બસ એમને અવસર અને અનુકૂળતાઓ આપો.".... મહેસાણા માહિતી કચેરી હેમલતા પારેખ - રીપોટર - ફારૂક મેમણ ખેરાલુ.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain