અદાણી પોર્ટસ મુંદ્રા દ્વારા 2023 ના વર્ષમાં 2,00,000 કાર નિકાસ કરવામાં આવી. ઓટોમોબાઈલ ક્ષેત્ર વૈશ્વિક બજારમાં ભારતનો વાગ્યો ડંકો.

અદાણી પોર્ટસ મુંદ્રા દ્વારા 2023 ના વર્ષમાં 2,00,000 કાર નિકાસ કરવામાં આવી. ઓટોમોબાઈલ ક્ષેત્ર વૈશ્વિક બજારમાં ભારતનો વાગ્યો ડંકો.

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) મુંદ્રા એ જણાવતા આનંદ થાય છે કે નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન, અદાણી પોર્ટસ મુંદ્રા ના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કાર ની નિકાસના સીમાચિન્હ ને સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યું છે. આ પ્રભાવશાળી માઈલસ્ટોન અદાણી પોર્ટસના ગયા વર્ષના 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડને વટાવી જાય છે. આ માઈલસ્ટોન ઉત્તમ પોર્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઈલ સેક્ટરની સ્થિતિસ્થાપકતા અને સફળ સપ્લાય ચેઈનનો પુરાવો છે.

અદાણી પોર્ટસની વિશિષ્ઠ RO-RO (રોલ ઇન – રોલ આઉટ) ફેસીલીટી થકી ભારતમાં ઉત્પાદિત કાર સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, બેલ્જિયમ, ફ્રાંસ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ તથા ગલ્ફના સહિત અનેક દેશોમાં નિકાસ થઈ રહી છે, જે ભારત માટે ગર્વની વાત છે.

અદાણી પોર્ટસ મુન્દ્રા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા તેની મહત્તમ નિકાસ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. ઓટોમોબાઈલ ક્ષેત્ર વૈશ્વિક બજારમાં ભારતનું યોગદાન નોંધપાત્ર રહેનાર છે. ઉત્તરો ઉત્તર વધતી નિકાસ એ અદાણી પોર્ટસ મુન્દ્રા ઓટોમોબાઈલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે ઊભરી આવ્યું છે.

અદાણી મુન્દ્રા પોર્ટ રાષ્ટ્રના વિકાસનું પ્રવેશદ્વાર હોવા નું અને દેશની નિકાસ ક્ષમતાને પરિપૂર્ણ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. આ બંદર ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસનું પ્રતીક બની ગયું છે અને તેણે દેશને વૈશ્વિક કક્ષાએ આર્થિક હબમાં પરિવર્તિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

વૈશ્વિક રોગચાળાની પકડમાંથી બહાર આવ્યા બાદ ભારતે પોતાના અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં નોંધપાત્ર વિકાસ જોયો છે. જોકે કેટલાક ઉદ્યોગોએ શરૂઆતમાં આર્થિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેમ કે ઓટોમોબાઈલ ક્ષેત્ર, આ ક્ષેત્રે મહામારી બાદ ધીમે વિકાસ થવા પામ્યો, પુનરુત્થાન અપેક્ષિત રેખાઓ પર હતું. પરંતુ ઓટોમોબાઈલ ક્ષેત્ર ભારતના આર્થિક વિકાસમાં મુખ્ય પરિબળો માનું એક તરીકે ઊભરી આવ્યું.

APSEZ ની અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન તકનીકી ક્ષમતાઓ અને કાર્યક્ષમ પ્રણાલીઓ એ અમને અપેક્ષાઓ કરતાં વધુ અને અમારા ગ્રાહકોને વિશ્વ-સ્તરની સેવાઓ પહોંચાડવામાં સક્ષમ બનાવ્યા છે. અમે વિકાસને આગળ વધારવા અને તકો ઊભી કરવાના અમારા ધ્યેય માટે પ્રતિબદ્ધ છીએ જે ભારતની અર્થવ્યવસ્થાને ખીલવામાં મદદ કરશે.

0/Post a Comment/Comments

Stay Conneted

Domain