110 યુવાને શરીર-સૌષ્ઠવનું કર્યું પ્રદર્શન કચ્છના ગાંધીધામમાં ચોથી વાર રાજ્ય સ્તરનો ‘મી. ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ’ યોજાઈ

110 યુવાને શરીર-સૌષ્ઠવનું કર્યું પ્રદર્શન કચ્છના ગાંધીધામમાં ચોથી વાર રાજ્ય સ્તરનો ‘મી. ગુજરાત બોડી બિલ્ડીંગ ચેમ્પીયનશીપ’ યોજાઈ


જેમાં રાજ્યભરમાંથી 110 થી વધુ યુવાનોએ શરીર સૌષ્ઠવનું પ્રદર્શન કરી પોતાના તે દિશમાં સમર્પણ ભાવને ઉજાગર કરી હતી. આ સાથે બે મહિલા પણ આ ક્ષેત્રે જોડાઈ હતી.


ગાંધીધામના ગોપાલપુરીમાં આવેલા એસ. વી. પી. ઓડીટોરીયમમાં રવિવારના સવારથી અલગ અલગ કેટેગરીમાં બોડી બિલ્ડીંગ ક્ષેત્રની વિવિધ સ્તરીય સ્પર્ધા ચાલુ થઈ હતી. રાજ્ય સ્તરની આ સ્પર્ધાનું આયોજન બોડી બિલ્ડીંગ અને ફીઝીક્સ સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ કચ્છ અને સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા કરાઈ રહ્યું છે.

સંસ્થાની શરૂઆત કરનાર પ્રમુખ તુલસી સુજાને પ્રસાર માધ્યમોને સંબોધતા જણાવ્યું કે યુવાનો આગળ આવે અને તેમની મહેનતનું યોગ્ય ચુકવણી મળે તે ઉદેશ્ય સાથે તેમણે 20 વર્ષ પહેલા શરૂ કરેલી આ યાત્રા આજે વિવિધ સ્તરોએ પહોંચી છે.

અગાઉ ગાંધીધામમાં મી. ઈન્ડીયા બોડી બિલ્ડીંગનું આયોજન પણ થઈ ચુક્યુ છે ત્યારે તેમની ઇચ્છા મી. એશીયા પણ લાવવાની છે તેવી આશા વ્યક્ત કરી હતી. સંસ્થા દ્વારા થઈ રહેલા આ 16માં આયોજન અંગે સુજાન, નંદલાલ ગોયલ, ગુલ દરીયાણી, સંજય જગશીયા, વિજય પંચાલ, એમ. કે. શર્મા, હર્ષ ચંદ્રન સહિતના ઉપસ્થિત રહીને માહિતી આપી હતી.

સપ્તાહમાં જ આયોજનની રૂપરેખા અપાઇ હતી: આ યુવાનોએ હાંસલ કર્યો મુકામ બોડી બિલ્ડીંગ અને ફીઝીક્સ  સ્પીરીટ એસો. દ્વારા આયોજિત સ્પર્ધામાં વિજેતા રુપે 55 કિલો અંડરમાં તુષાર કે. રીંગે, સંજય ભુયાન, ઉદય બને, 55 થી 60 કિલોમાં હિરેન બારીયા, મીતેશ શેલાર, કાપડીયા અદનાન, 60 થી 65 કિલો કેટેગરીમાં બલદેવ સિંઘ રાજપુત, શીરાજ દાલીમ, ભાવેશ કહાર, 65 થી 70 કિલોમાં સુરજ કહર, સમેજા જુબેર, સરંગ હરીદાસ, 75 કેજી સુધીની કેટેગરીમાં તુષાર સોલંકી, ક્રિષ્ના કમલેશભાઈ, મયુર રાઠોડ, 80કેજીમાં ફેનીલ જીનવાલા, સાજન ઘોષ, કૌશીક સોલંકી, 85 કેજીમાં રાહુલ રાય, સાઈક રાકીબ, મહર્ષી રાજપુત, 85 કેજીથી અધીકમાં કાર્તીક ગાંધી, સન્ની જાધવ, વિપુર કિશોરભાઈ, તેમજ વુમન્સ ફીઝીક્સમાં ડો. મીનલ રાના, નેહલ પંડ્યા રહ્યા હતા, તેમજ ચેમ્પીયન્સ ઓફ ધ ચેમ્પીયન્સમાં તુષાર સોંલકી રહ્યા હતા 

0/Post a Comment/Comments

Stay Conneted

Domain