ખાલિસ્તાની મેસેજ કરનારા બે શખ્સો પાસેથી 11 સીમ બોક્સ, 168 કાર્ડ મળ્યા
આજ રોજ ખાલિસ્તાની મેસેજ કરનારા બે શખ્સો પાસેથી 11 સીમ બોક્સ, 168 કાર્ડ મળ્યા જેમાં ખાલિસ્તાન મૂવમેન્ટ ચલાવતા ગુરપતવંત સિંઘ પુન્નુના અવાજમાં એવો ઉલ્લેખ હતો કે મેચના દિવસે લોકો સલામત રહેવા માંગતા હોય તો પોતાના ઘરમાં રહે, કેમ કે શિખ ફોર જસ્ટિસના સમર્થકો સ્ટેડિયમમાં ઘૂસી જશે. આ મેસેજને લઇને એક્ટિવ બનેલી સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે મેસેજને ટ્રેસ કરીને તેને મધ્ય પ્રદેશના સતના જિલ્લામાંથી રાહુલ દ્વિવેદી અને નરેન્દ્ર કુશવાહને ઝડપી લીધા હતા. પોલીસે તેમના ઘરે તપાસ કરતાં તેમની પાસેથી મેસેજ વાયરલ કરવા માટે વપરાતા 11 સિમબોક્સ અને 168 સીમ કાર્ડ કબજે લીધા હતા. નરેન્દ્ર અને રાહુલ પોતાના ઘરમાં જ બોગસ ટેલિફોન એક્સચેન્જ ધરાવતા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું છે કે આવા મેસેજ વાયરલ કરવાના તેમને રૂપિયા મળતા હતા. પ્રો-ખાલિસ્તાન મૂવમેન્ટ ચાલી રહી છે ત્યારે જ આવા મેસેજને લઇને લોકોમાં ભય ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થયું
હતું.
જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જેસીપી પ્રેમવીર સિંઘ દ્વારા આ દિશામાં તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ ડીસીપી ચૈતન્ય માંડલિક અને સાયબર ક્રાઇમ બ્રાંચના ડીસીપી અજિત રાજિયાની ટીમો કામે લાગી ગઇ હતી.
Post a Comment