રાપર તાલુકા વિકાસ અધિકારી તરીકે મોઢેરા એ ચાર્જ સંભાળ્યો

રાપર તાલુકા વિકાસ અધિકારી તરીકે મોઢેરા એ ચાર્જ સંભાળ્યોતાજેતરમાં રાપર તાલુકા વિકાસ અધિકારી આર કે રાઠવા ની બદલી પંચમહાલ ના મોરવા હડફ તાલુકા વિકાસ અધિકારી થતાં તેમને રાપર તાલુકા પંચાયત કચેરી દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું તો તાલુકા વિકાસ અધિકારી તરીકે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા કે. વી. મોઢેરા ની નિમણૂક કરવામાં આવી છે તેઓ એ રાપર તાલુકા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળી લીધો હતો તેઓ ને આવકારવા માટે મદદનીશ આંકડા અધિકારી ડી જે ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશ પરમાર કચ્છ જિલ્લા તલાટી મંડળ ના પ્રમુખ વિજય ગૌસ્વામી રાપર તાલુકા તલાટી મંડળ ના પ્રમુખ જશવંત સિંહ સોલંકી સહિત ના કર્મચારીઓ અને અધિકારીઓ એ પુસ્પગુચ્છ સાથે આવકાર આપ્યો હતોનવા આવેલા તાલુકા વિકાસ અધિકારી મોઢેરા એ પારદર્શક વહીવટ અને તાલુકા પંચાયત કચેરી ના કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન સાધીને વહિવટી પ્રક્રિયા હાથ ધરાશે તો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ ના કામો ને પ્રાધાન્ય આપશે એવી આશા વ્યક્ત કરી હતી અને રાજ્યના સૌથી વધુ વિસ્તાર ધરાવતા કચ્છ ના રાપર તાલુકા મા કામગીરી કરવા માટે મોકો મળ્યો છે તે સાર્થક કરી બતાવવા માટે હામ ભીડી હતી

0/Post a Comment/Comments

Stay Conneted

Domain